________________
૨૫ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
વાની આ વાત નથી, પણ ધર્માનુષ્ઠાનોના આચરણમાં પેઠેલા અધમભાવને તજવાની આ વાત છે.
સાંસારિક સુખના આશયથી જ
-શું સાંસાઈક સુખની સામગ્રી મળવાની છે?
પ્રશ્ન॰ સાંસારિક સુખની સામગ્રી વિના સમાધિભાવ ટકતા નથી અને ધર્મ ને આચરવાનો ઉત્સાહ પ્રગટતા નથી, માટે સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાનો કરતા હોય તે?
તા તેા હેતુ એ થયેા કે–મને સમાધિભાવ મળે તે સારૂં', કે જેથી ધર્મને હું ધર્મ રૂપે આચરી શકું ! એટલા પૂરતા તે આશય સારા ગણાય ને? એવા આશયવાળા ધર્માનુષ્ઠાનોને તે આચરે જ છે; માત્ર સાંસારિક સુખના આશયથી આચરે છે-એટલું જ; પણ એથી એનામાં ધર્મને આચરવાનો ઉત્સાહ પ્રગટતા નથી—એમ નહિ કહી શકાય. એમ જ કહી શકાય કે–ધમ ને ધર્મ રૂપે આચરવાના ઉત્સાહ પ્રગટતા નથી, અને એવા ઉત્સાહ નથી પ્રગટતા એ એને ડંખે છે. જો આમ જ હાય, તેા એવા માણસને માને પામવામાં બહુ ઓછી મુશ્કેલી નડે છે. એને તા એમ પણ સમજાવી શકાય કે–દુઃખમાં દીનતા એ જેમ અસમાધિ છે, તેમ સુખમાં લાલુપતા એ પણ અસમાધિ છે. સમાધિ ત આત્મચિન્તનમાં રહેલી છે. દુ:ખની ભારેમાં ભારે સામગ્રી વચ્ચે પણ, આત્મચિન્તનમાં રકત અનેલા મહાત્માએ સમા ધિને ટકાવીને મુકિતને સાધી શકયા છે અને સુખની ભારેમાં ભારે સામગ્રી વચ્ચે પણ, પૌદ્ગલિક સુખમાં જ સર્વસ્વ માન