________________
===
=
૨૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને - તો પણ સાંસારિક સુખના આશયને તજવાની અને મોક્ષસુખના આશયને પેદા કરવાની વૃત્તિ રાખીને ધર્માનુષ્ઠાન કર્યા કરવું. મનમાં એવો વિચાર વારંવાર કરે કે-મારે આ પાપ આશય ક્યારે ટળે અને ક્યારે મારામાં મોક્ષને આશય પ્રગટે.
પ્રશ્નએવી વૃત્તિ પણ પ્રગટતી ન હોય તે?
સાંસારિક સુખને મારે આશય ટળે તે સારું અને મેક્ષ-સુખને મેળવવાને આશય મારામાં પ્રગટે તે સારૂં” -એ ભાવ પણ જો હૈયામાં પ્રગટતે ન હોય, તે તમે જ વિચાર કરે કે-એ ધર્માનુષ્ઠાનેને આચરવા છતાં પણ, તમે ધર્મની અને મોક્ષની આરાધના કરે છે કે અર્થની અને કામની આરાધના કરે છે? કહેવું જ પડશે કે-વસ્તુતઃ એ ધર્મની કે મોક્ષની આંશિક પણ આરાધના નથી, જ્યારે એ અર્થની અને કામની જ આરાધના છે એ નિશ્ચિત છે, તે સાધુઓ તમને એવા પ્રકારે ધર્માનુષ્ઠાન કરવાની હા શી રીતિએ પાડે? કેમ કરીને પણ સાંસારિક સુખને આશય જશે અને મોક્ષસુખને આશય પ્રગટશે એમ લાગે ત્યાં સુધી તે ઠીક, પણ એક માણસ સમજણપૂર્વક અર્થ-કામને આશચ રાખે અને મોક્ષને આશય મારામાં પ્રગટે તે સારું -એમેય ઈ છે નહિ, તેને ય ધર્માનુષ્ઠાન કરવામાં સંમતિ, એક માત્ર મોક્ષમાર્ગ રૂપે જ સ્થપાએલા શ્રી જિનશાસનના ગુરૂઓ શી રીતિએ આપે? ન જ આપે. સાંસારિક સુખના આશયથી થતા ધર્મથી
-પાપ બંધાય કે પુણ્ય બંધાય? પ્રશ્ન સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાન કરે