________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૪૯ ઠાન” કહે છે. ધર્માનુષ્ઠાનના આ ત્રણેય પ્રકારેને “અસદ્ધ અનુષ્ઠાને” તરીકે વર્ણવીને, ઉપકારિઓએ તેને ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. અર્થાત-એ ઉપકારિઓએ એમ ફરમાવ્યું છે કે-જે ધર્માનુષ્ઠાન કરે, તે ઈહિલૌકિક પદગલિક સુખના આશયથી કરો નહિ, પારલૌકિક પગલિક સુખના આશયથી કરો નહિ અગર તે અતાનુગતિકપણે પણ કરે નડિ! ત્યારે કયા આશયથી ધર્માનુષ્ઠાન કરવાનું? મોક્ષના આશયથી: મેક્ષના આશયથી વિધિબહુમાનપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય, તે ધમનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે અને મોક્ષના આશયથી ત્રણેય ગોની પૂરેપૂરી વિશુદ્ધિને સાધીને યથાવિધિ જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓએ અમૃતાનુષ્ઠાને કહ્યું છે. તદુહેતુ-અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન, એ બને ય સ૬ અનુષ્ઠાનો છે અને એથી જ ઉપકારિઓએ આ બે પ્રકારનાં ધર્માનુષ્ઠાનેને જ આચરવાની પ્રેરણા કરી છે.
ધર્માનુષ્ઠાના આશયને સારો બનાવો:
પ્રશ્ન. આ લોકના અગર તે પરલોકના સાંસારિક સુખના આશયથી ધર્માનુષ્ઠાન કરતા હોઈએ, તે એને ત્યાગ કરી દે ?
ધર્માનુષ્ઠાનને ત્યાગ કરે નહિ, પણ આ લોકના તથા પરલેકના સાંસારિક સુખના આશયને ત્યાગ કરીને, તે ધર્મો નુષ્ઠાનને એક માત્ર મેક્ષસુખને મેળવવાના આશયથી જ કરવું.
પ્રશ્ન પણ સાંસારિક સુખને આશય નીકળતે ન હોય અને મોક્ષનો આશય આવતો ન હોય, તે શું કરવું?