________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૪૭ બનાવવાની આશા પણ દાસત્વ સજે છે. આપણે તે એવી આશા પણ નહિ જોઈએ. આશા માત્રને ત્યાગ, આપોઆપ, અન્યોને તમારું દાસત્વ સ્વીકારવાને પ્રેરશે. આશાના યોગે આદમી કેવી કેવી ગુલામીઓ કરે છે, તે શું તમારાથી અજાણ્યું છે? ભડવીરે જેવા ભડવીરે પણ માયકાંગલાઓના હુકમોને ઉઠાવે છે, તે કોના પ્રતાપે ? બુદ્ધિશાલીઓ પણ અલના ઓથમીરની સેવા કરે છે, તે કેના પ્રતાપે? વિદ્વાને પણ અજ્ઞાનની વાતમાં હાજી પૂરે છે, તે કેના પ્રતાપે? ઉચ્ચ પદે રહેલાઓ પણ ધનવાને માન આપે છે, તે કેના પ્રતાપે? ધનવાને પણ સત્તાધિકારી માણસોને ખૂશ રાખવાનો પ્રયત્ન કરે છે, તે તેના પ્રતાપે ? આરામપ્રિય માણસો પણ અવસરે ને અવસરે રાત્રિ-દિવસ દેડધામ કરે છે, તે કેના પ્રતાપે ? નેહઘેલા ને કામઘેલાઓ પણ કુટુંબ-ઘબાર-દેશને તજીને પરદેશને વેઠે છે, તે કોના પ્રતાપે? ધનવાન અને સત્તાધારિઓ કુટડી અને નાદાન પણ સ્ત્રીઓની આજ્ઞાઓને તાબે થાય છે, તે કોના પ્રતાપે ? આમ જગતમાં લગભગ સર્વત્ર, એક અથવા તે બીજા રૂપમાં, દાસત્વ જ દાસત્વ પ્રવતી રહ્યું છે અને તે પ્રતાપ બીજા કેઈન ય નથી, પણ આશાને છે! સંસારના સુખની આશામાં ને આશામાં માણસ ઝુરે છે, અણગમતાની પણ આજ્ઞા ઉઠાવે છે; ગમતાને ખૂશ રાખવાને ગુલામી કરે છે; અને તેમ છતાં પણ સરવાળે તે તેને નિરાશ જ થવું પડે છે. કોઈ દિવસ સઘળી આશાઓ પૂરાતી નથી. વળી સંસારના સુખની આશાને સ્વભાવ જ એવો છે કે–એ ફળે નહિ ત્યાં સુધી ગુરવે અને ફળે એટલે ઉદ્વિગ્ન બનાવે અને ઉદ્વિગ્ન