________________
૨૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વીતરાગની ભક્તિ વિષયસુખની, પગલિક સુખની અભિલાપાથી કરવાની નથી; પરન્તુ આત્મિક સુખની, મોક્ષસુખની અભિલાષાથી જ કરવાની છે. વિષયસુખ તરફ અનુપાદેયબુદ્ધિ પ્રગટયા વિના, એ સુખની પૃહા પણ દુઃખદાયી છે-એવું લાગ્યા વિના, વિષયસુખને ભગવટે એ બાલકીડા છે એવું લાગ્યા વિના અને વિષયસુખ તરફ ઘણા ભાવ પ્રગટયા વિના, શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં દત્તચિત્ત બની શકાતું નથી. શ્રી વીતરાગની ભક્તિ વીતરાગ બનવા માટે કરવાની ! નિરાશંસભાવે કરવાની! દુન્યવી સુખની આશંસા, એ મહાદેવ છે. એ દેષ શ્રી વીતરાગની ભક્તિમાં આવી જાય નહિ, તેની તે ખાસ કાળજી રાખવાની.
જગતમાં પ્રવર્તી રહેલું આશાનું દાસત્વ:
આશાના દાસ બનીને શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કરવાની નહિ; પણ આશાને દાસી બનાવીને, કદી પણ આશા કરવી જ પડે નહિ અથવા તે આશા થાય જ નહિ-એવી આત્મદશાને પ્રાપ્ત કરવાને માટે-પ્રગટાવવાને માટે જ,શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કરવાની છે. કહ્યું છે કે
“આપા , તે રાણાઃ સર્વોચા
સારા વાલી જેવ, તેvi રાણાયતે રો: II” જેઓ આશાના દાસ બને છે, તેઓને સર્વલોકનું દાસત્વ સ્વીકારવું પડે છે અને જેઓ આશાને પિતાની દાસી બનાવે છે, તેઓના દાસપણાને લેક સ્વીકારે છે. તમારે દાસ બનવું છે કે લેક તમારો દાસ બને એ તમને ગમે છે? લોકને દાસ