________________
-
૨૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
દુર્ગતિઓના સ્થાનમાં પિતાની જાતને ઠેરાવે છે. પુદગલના સંગને વિષે અપ્રીતિ હેવી જોઈએ તથા પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટવી જોઈએ. જેટલી પ્રીતિ કરવી હોય, રાખવી હેય, તેટલી પ્રીતિ પરમાત્મા પ્રત્યે, એ તારકની આજ્ઞાની જ આરાધનામાં રક્ત ગુરૂઓ પ્રત્યે અને એ તારકેએ ફરમાવેલા ધર્મ પ્રત્યે કરવી અને રાખવી જોઈએ. જે કડવી દશાને અનુભવ કરે ન હોય, તે સાચી પ્રીતિના સ્થાન અમાન જ્ઞાનદાનના સમર્પક પરમાત્મા જ છે. એની પ્રીતિ જેટલી વધારે, તેટલી પ્રીતિ પુદ્ગલની ઓછી થાય. પુદ્ગલની બાજીમાં રાજી બની, પિતાના આત્માને ભાજીની કિંમતે તેલાવનાર, પરમાત્માની પ્રીતિથી ભાગનાર છે, માટે પ્રભુકથિત પાવન જ્ઞાનવિચારોના ચેગાનમાં તાજી તાજી ભાવનાઓ ભાવી પ્રભુપ્રીતિમાં-એની આજ્ઞાઓમાં રાજી બનશે, તે જ સઘળી ય બાજી સાજી રહેશે. પ્રભુપ્રીતિપરાયણે, પરમાત્મા તરફની પ્રીતિમાં પરાયણ બનેલાઓ, સંસારની આપત્તિમાં પણ, તે તારકેની આજ્ઞાઓને માટે ગાજી ઉઠે છે. પ્રભુપ્રેમમાં આત્માને ઓતપ્રેત બનાવનાર, જે કઈ પ્રભુના માર્ગમાં કાંટાઓ વેરતા હોય તે નારાજ તે થાય-એમાં નવાઈ નથી, પણ માત્ર નારાજ થઈને બેસી નહિ રહેતાં, તેની એતરાજ કરે! આળસને તથા કાયરતાને ખંખેરી નાખી, જેટલી હોય તેટલી શક્તિનો ઉપયોગ કરીને પ્રતીકાર કરે !! શ્રી જિનરાજની આરાધનામાં, શ્રી જિનશાસનની આરાધનામાં પ્રાણ વારી છે, એકવાર દે, તન-મન-ધન સઘળું છાવર કરી દે!!! એમાં બીજા કોઈની સહાયની પણ અપેક્ષા રાખે નહિ.