________________
૨૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને બનાવીને તેને પાછો નવી નવી આશાઓથી સુરતે બનાવી દે કારણ કે-સંસારનું સુખ ગમે તેટલું મળે તે ય અધુરૂં ને અધુરું જ લાગે છે. સંસારના સુખની આશાએ દોડધામ કરનારે એવે એક પણ માણસ નથી, કે જે એમ કહે કે મારું મન મને મળેલા સુખથી ભરાઈ ગયું છે અને હવે મને કશી જ આશા અગર તો ઈચ્છા નથી.
આશયભેદથી ધર્માનુષ્ઠાના પાંચ પ્રકારો :
આવી આશાઓને ગુલામ બન્યા રહીને તમે શ્રી વિત રાગ પરમાત્માને સેવે, એ તારકની ભક્તિ કરે, તે પણ તમને એનું જેવું ફળ મળવું જોઈએ, તેવું ફળ મળે જ શી રીતિએ? એ તારકેન વીતરાગ-ભાવનું સમ્યગ્દર્શન તમને થાય શી રીતિએ? આથી જ, ભગવાન શ્રી જિનેશ્વદેવોએ મેક્ષના હેતુથી ફરમાવેલાં ધર્માનુષ્ઠાનેને નિરાશંસભાવે કરવાની આજ્ઞા છે. ઉપકારિઓએ ધર્માનુષ્ઠાના પાંચ ભેદે વર્ણવ્યા છે, અને તે પાંચ ભેદ એ ધર્માનુષ્ઠાનને આચરનાર આત્માઓના આશય વિશેષને અનુલક્ષીને જ વર્ણવવામાં આવ્યા છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અન્યોન્યાનુષ્ઠાન, તદુહેતુ-અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન–એવા એ પાંચ ભેદ છે. ઈહલૌકિક પિગલિક સુખની કામનાથી જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ વિષાનુષ્ઠાન કહે છે, પારલૌકિક પગલિક સુખની કામનાથી જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ ગરાનુષ્ઠાન કહે છે, અને ગતાનુગતિપણે જે ધર્માનુષ્ઠાન કરાય, તેને ઉપકારિઓ અનનુષ્ઠાને અગર તે અ ન્યાનુ