________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૫૩
નારા તથા આત્માને ભૂલી જનારા પામરી, અસમાધિમય દશાને ભાગવીને, એના ચેાગે ઉપાર્જેલા પાપથી ઘેાર નરકમાં ચાલ્યા ગયા છે. આથી સાંસારિક સુખના આશયને તજી દે અને જે કાંઇ સામગ્રી મળી હોય, તે સામગ્રીના ચેાગમાં પણ આત્માના સુખને કેમ પ્રગટાવી શકાય, એનો વિચાર કર. વળી જો તને ખાત્રી જ છે કે-આ ધર્માનુષ્ઠાનોમાં સાંસારિક સુખ રૂપલને આપવાની પણ શક્તિ છે, તેા તૂ' શું એમ માને છે કે-સાંસારિક સુખનો આશય નહિ રાખવા માત્રથી જ અને મેાક્ષનો આશય રાખવા માત્રથી જ, આ ધર્માનુષ્ઠાનો તને સાંસારિક સુખ રૂપ ફૂલ આપશે જ નહિ ? તૂ' જે આવું માનતા હા, તે તે ખાટુ' છે. સાંસારિક સુખના આશયથી તે તને નિયમા નુકશાન થશે, જ્યારે સાંસારિક સુખના આશયને તજી દઈ ને એક માત્ર મોક્ષસુખના આશયથી તૂ. ધર્માનુષ્ઠાનોને સેવવા માંડશે, તેા તને આ ભવમાં સમાધિનો લાભ થવા સાથે, પરભવમાં પણ ધર્મની પ્રાપ્તિને સુલભ બનાવે તેવી અને ઉત્તમ કેાટિની સાંસારિક સુખની સામગ્રી પણ પ્રાપ્ત થશે.
પ્રશ્ન॰ મોક્ષમાર્ગની આરાધના હું સારી રીતિએ કરી શકું, એ માટે મને સ્વજનાદિની અને ધનાદિની સામગ્રીની અનુકૂળતા થાય, એવા આશય ધર્માનુષ્ઠાનોને સેવવામાં હોય તે ?
એમાં તે મેાક્ષમા ની આરાધના કરવાની વૃત્તિ છે જ, એવું સુનિશ્ચિત થઈ જાય છે; પરન્તુ એવી વૃત્તિથી પણ સ્વજનાદિની તથા ધનાદિ સામગ્રીની અનુકૂળતા થાઓ-એવા જે આશય આવી જાય છે, તે પણ એક પ્રકારની નબળાઈને જ સૂચવે છે. એવી શૂરતા કેળવવી જોઈએ કે ગમે તેવી પ્રતિ