________________
૨૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
વેરના લાડુ મોંઢામાં મૂક્યા, તે બધા ય તરત જ ઘૂ ઘૂ કરવા મંડ્યા, પણ હવે આ વાત બેલાય તેવી ક્યાં હતી? મનમાં ઘણા ય ખીજાયા, પણ મેંઠે બેલે નહિ, કેમ કે જે બેલે તે લેકમાં મૂર્ખ ઠરે! પાંચ સે રૂપીઆ ગયા, મેંઢું બગડયું અને એ બેલી બતાવવા જોગી સ્થિતિ પણ રહી નહિ. અહીં સ્થિતિને વિચાર કરે. જેઓ એ લાડુને ખરીદી શક્યા નહિ, તેઓ પણ પસ્તાયા; મનમાં દુઃખ અનુભવતા રહ્યા અને એ લાડુને ખરીદનારાઓને પણ પસ્તાવાનું થયું! એ લાડુમાં આકર્ષણશક્તિ હતી, પણ તત્ત્વ નહોતું. આવી જ રીતિએ, પરણેલાને પણ પસ્તાવાનું થાય છે અને નહિ પરણેલાને પણ પસ્તાવાનું થાય છે. નહિ પસ્તાવાનું, પરણવાની લાલસા વિનાનાને માટે જ, અનામત રહે છે. સેવ્યની સેવા સેવ્ય જેવા બનાવેઃ
સંસારનાં સઘળાં ય સુખે, બધાં ય વિષયસુખે આવા પ્રકારનાં છે. એ મુંઝવે એવાં છે, પણ શાન્તિ આપે તેવાં નથી. સાચી શાન્તિ તે વીતરાગથી મળે, વીતરાગની ઉપાસનાથી મળે, વીતરાગ-ભાવને પામવાથી મળે. આ માટે સેવવા લાયક દેવ તે તે જ ગણાય, કે જે વીતરાગ હેય. શ્રી વીતરાગના આદર્શને હૃદયમાં ધારણ કરીને વૈરાગ્યને પામનારને સુખની રેલમછેલ છે. ચિતામણિ રત્ન, કામકુંભ અને કલ્પવૃક્ષ દેવાધિષ્ઠિત હોય છે. એ જડ હેવા છતાં પણ દેવાધિષ્ઠિત હોવાને કારણે, જે કઈ તેની વિધિપૂર્વક ઉપાસના - કરીને યાચના કરે છે, તેનાં દુન્યવી મનવાંછિતો પૂરાય છે.