________________
૨૪૧
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે અગર તે જે કઈ પણ વસ્તુઓ વિષયસુખનાં સાધને બની શકે તેમ છે એવું લાગે, તે સાધનોનો રાગ એ અપ્રશસ્ત રાગ. મુક્તિસુખને રાગ હોવાથી મુક્તિસુખને પમાડનારાં, મુક્તિસુખને પામવામાં સહાયક થનારાં સાધનોનો મુક્તિસુખની સાધનાના હેતુથી જે રાગ થાય, તે પ્રશસ્ત રાગ. રાગમાં અને શ્રેષમાં પ્રશસ્તપણું આવે, પણ તે ક્યારે? મુક્તિસુખની અભિલાષા જાગે ત્યારે! મુકિતસુખનો રોગ થાય અને એ રાગના કારણે જ એ સુખનાં સાધનોનો રાગ થાય, એ પ્રશસ્ત રાગ કહેવાય. કેમ પ્રશસ્ત જે ધ્યેયને સિદ્ધ કરવું છે, તેમાં એ સહાયક બને છે માટે! પ્રશસ્ત રાગ-દ્વેષ કરી પણ વીતરાગ બનવામાં અન્તરાયભૂત બને નહિ. રાગ-દ્વેષને પ્રશસ્ત બનાવવા, એને અર્થ એ છે કે-એનાથી જ એની જાતિનો છેદ કર ! આવડત જોઈએ. યોગસાધક દશામાં પ્રશસ્ત રાગ-દ્વેષ આવશ્યક છે. તત્ત્વત્રયી અને રત્નત્રયીને તથા તેનાં પણ સાધનેને રાગ, વીતરાગ દશાને પામવાને માટે જે કર્મક્ષય કરે પડે છે, તે કર્મક્ષયને સાધવામાં સહાયક બને છે. એ રાગ પણ મુકિતસુખના લક્ષ્ય દ્વારા પ્રશસ્તપણને પામે છે. વિષયસુખના અર્થિપણાથી કરાતે કોઈ પણ પ્રકારને રાગ-દ્વેષ, વાસ્તવિક રીતિએ પ્રશસ્તપણાને પામી શકતું જ નથીવિષયસુખના જ અર્થિપણાથી, કદાચ "ધર્મને રાગ અને અધર્મને દ્વેષ કરાય, તે ય તે રાગ અને તે દ્વેષ પ્રશરતની કટિમાં જાય નહિ, માટે રાગ-દ્વેષને જે પ્રશસ્ત બનાવવા હોય, તો પહેલાં વિષયસુખનું અર્થિપણું–તેમાં ઉપાદેયભાવ, તેને દૂર કર્યું, કાઢયે જ છૂટકો છે.