________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૩૭ એવી જ રીતિએ. શ્રી વીતરાગ પિતે સંગરહિત છે, પણ એ તારકના ગુણોમાં-એ તારકના ગુણોની સ્તવનામાં, એ તારકના ગુણને આશ્રયીને એ તારકની ઉપાસના કરવામાં અતુલ ફિલ આપવાની તાકાત છે ચિન્તામણિ વિગેરેની ભારેમાં ભારે સેવા કરવામાં આવે, તે પણ તે સેવકને પિતાના સમાન બનાવે નહિ; અન્યનાં વાંછિતોને પૂરવાની તાકાતવાળા બનાવે નહિ; જ્યારે શ્રી વીતરાગની ઉપાસના તે વીતરાગ બનાવે. એની ઉપાસનાથી આપણે એના જેવા બની શકીએ. જે દેવ ભક્તિથી રીઝે અને આશાતનાથી ખીઝે, તે દેવ આપણી પાસે પણ રીઝવાને અને ખીઝવાને જ આદર્શ રજૂ કરે ને? એવા દેવની સેવા લાલસાથી કરવી એ ભક્તિ નથી, પણ સદે છે. નિષ્કામ સેવા એ જ સાચી ભક્તિ છે. ભક્તિ માટે જે ભક્તને નિષ્કામ બનવું પડે, તે તે ભક્ત “ભગવાન નિષ્કામ હોવા જા જોઈએ એટલું ન સમજે? હવે જે ભગવાન નિષ્કામ હોય, તે ભક્તિથીએ રીઝે એવું બને શી રીતિએ? રાગી અને દ્વેષી દેવની ભક્તિ તારે નહિ, પણ ડૂબાવે. સેવાનું ખરું ફળ કયું ? સેવક સેવ્ય જે બને તે! રાગી-દ્વેષી દેવને સેવક પણ રાગ-દ્વેષી જ બને. આપણે તે રાગ-દ્વેષથી મુક્ત બનવું છે, કારણ કે રાગ અને શ્રેષમાં સુખ નથી પણ દુઃખ છે, અને એથી જ આપણે શ્રી વીતરાગની જ દેવ તરીકે ઉપાસના કરીએ છીએ. સંગને રંગઃ
ભગવાન અસંગ છે, માટે જ ભક્તિનું અંગ છે. શ્રી જિનભકિત મેક્ષાર્થે છે. શ્રી વીતરાગની સેવાથી વીતરાગ થવાય છે, માટે તેનાથી મુક્તિ મેળવી શકાય છે. રાગ દુર્ગતિદાયક