________________
૨૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સમજવું જોઈએ, આપણી શાન્તિ આપણને જ આધીન છે. આપણી શાન્તિ આપણા આત્મામાં જ રહેલી છે. શાન્તિ માટે બહાર ફાં—ક્ાં મારવાં, એ અજ્ઞાન છે. સાચા જ્ઞાનના અભાવે જ. જીવા શાન્તિને માટે બહાર ફાંફાં મારે છે અને શાન્તિને મેળવવાના હેતુથી ધ માચકડી મચાવીને અશાન્તિને જ ઉપાર્જ છે. જે ચીજની ઈચ્છા અશાન્તિ ઉપજાવે; જેને મેળવવાની મહેનત અશાન્તિ ઉપજાવે; જે મળે તે તેને ભાગવતાં અશાન્તિ ઉપજાવે; જે ભાગવાય તા ય ભાગી જાય નહિ એની ચિન્તા રૂપ અશાન્તિ ઉપજાવે; જે મળે, રહે, પણ ભાગવાય નહિ તા ય અશાન્તિ ઉપજાવે અને જે ચાલી જાય ત। ય અશાન્તિ ઉપજાવે; આવી ચીજોને મેળવવા વિગેરેને માટે શાન્તિના નામે મહેનત કરવી, એ ડહાપણુ છે કે કૈરૂ ગાંડપણુ જ છે? શ્રી વીતરાગ પરમાત્મા, એ પરમાત્માની ભકિત, આત્માને પેાતાના આવા ગાંડપણનું સાચું ભાન કરાવે છે તેમજ આવા ગાંડપણુથી મુક્ત બનવાના પ્રયત્ન કરવાને પ્રેરે છે, એ શું શ્રી. વીતરાગની ભકિતથી થતા મસાધારણ કેાર્ટિના લાભ નથી? કહેા કે“સાચી શાન્તિના દાતાર શ્રી વીતરાગ જ છે,
વિષયાની વિષથી ય વધુ ભયંકરતા :
વિષની લાલસા કરતાં પણ વિષયસુખેાની લાલસા ભય કર છે. વિષનું ભક્ષણ કરવાની લાલસામાં પ્રાણ હેરવાની તાકાત નથી, જ્યારે વિષયની લાલસા માત્રમાં ય ભાવપ્રાણને હરવાની તાકાત છે. વિષયસુખની લાલસા આત્માને મલિન બનાવે છે અને મલિન બનેલે આત્મા મલિન એટલે અશુભ એવાં કર્મોને