________________
૨૩૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાની
ઈચ્છા શમવાથી શાન્તિ મળે છે? તમે જરા તમાર અનુભવને જ જો ઝીણવટથી વિચાર કરા, તે પણ તમને સમજાય કે–શાન્તિ તા આત્મામાં રહેલી છે અને આત્મા જેમ જેમ રાગ-દ્વેષથી મુક્ત અનતા જાય છે, દુન્યવી આશાઓને તથા ઈચ્છાઓને તજતા જાય છે, તેમ તેમ શાન્તિના અનુભવ થતા જાય છે. તમને તમારી નાની-મેાટી ઈચ્છાએ શમવાથી ક્ષણિક શાન્તિના અનુભવ થાય છે, પણ એક ઈચ્છા શમી ન શમી, ત્યાં તે બીજી ઈચ્છાએ જોર કરે છે, એટલે શાન્તિ ટકતી નથી. એ સૂચવે છે કે જો દુન્યવી સુખના રાગ ન હાય અને જ્યાં રાગ ન હોય ત્યાં દ્વેષ તા નિયમા ન જ હોય, ત્યાં જ સાચી શાન્તિના અનુભવ થઈ શકે છે. યોગવાશિષ્ટમાંનું કથન :
‘ ચેાગવાશિષ્ટ ’ નામના હિન્દુ ધર્મના ગ્રન્થ છે. તેમાં પણ શ્રી રામચન્દ્રજીના મુખમાં એવા શબ્દો મૂકાયા છે કે " नाऽहं रामो न मे वाञ्छा, विषयेषु न च मे मनः । शान्तिमाधातुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ १ ॥ "
શ્રી રામચન્દ્રજી કહે છે કે–રામ એવું નામ મારૂં ભલે હા, પણ હું રામ એટલે રમમાણુ નથી. સંસારમાં, સંસારના સુખમાં હું રમમાણુ પણ નથી અને સંસારના સુખમાં મમાણુ એટલે રમતા બનવાની મારી ઈચ્છા પણ નથી. વાંછાઆથી તે। વિડંબનાઓની પરાકાષ્ઠા છે. વિડંબનાનું મૂળ વાંછા છે અને વાંછાનું મૂળ વિષયાના રાગ છે. આથી શ્રી રામચન્દ્રજી ‘હું સંસારના સુખમાં રમમાણુ નથી અને