________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૨૯
રાગ દેવની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાનું મન-વચન-કાયાનું પ્રવસ્તન એવું છે કે-એનાથી દુઃખ ભાગ્યા વિના રહેનહિ અને સુખ સાંપડયા વિના રહે નહિ. વીતરાગ તે ન રીઝે કે ન ખીઝે, પણ આપણા આત્મા જેટલેા એનામાં તલ્લીન બને, તેટલા આપણને આપણી એ તલ્લીનતાથી ફાયદો થાય. તલ્લીન અનવાને માટે વીતરાગથી સારૂ કાઈ સ્થાન નથી. એક મહાપુરૂષ કહ્યું છે કે
“ ચિત્ત પ્રસન્ગે રે પૂજનલ કર્યું, ”
શ્રી વીતરાગની પૂજાનું કુલ ચિત્તની પ્રસન્નતા ઉપર નિર્ભર છે. ચિત્ત શ્રી વીતરાગભાવને પામવાના ઉલ્લાસથી પુલક્તિ અને, એ એના પૂજનનું અસાધારણ કોટિનું ફલ છે. જેને શ્રી વીતરાગતાના ખપ નથી, કેવળ દુન્યવી કામનાઓમાં જ જે મશગુલ છે, તેને આ વસ્તુ ન સમજાય એ બનવાજોગ છે. શાન્તિ આત્મામાં રહેલી છે
રાગ અને દ્વેષથી મુક્ત બનવું, એ જ સાચી શાન્તિને પામવાના સાચા ઉપાય છે. રાગ અને દ્વેષમાં આત્માને શાન્તિ આપવાનું સામર્થ્ય જ નથી. તમે દુનિયાની કોઈ પણ વસ્તુને વિચાર કરો, તમેાએ માનેલી તમારી જરૂરીયાતાના વિચાર કરા, એમાંની કોઈ પણ વસ્તુમાં સાચી શાન્તિ આપવાની તાકાત જ નથી. સ્ત્રીભાગ શાન્તિ આપે છે, કે સ્ત્રીભાગની ચ્છિા શમવાથી શાન્તિ મળે છે ? ખાવાનું શાન્તિ આપે છે, કે ખાવાથી ખાવાની શાન્તિ શમે છે માટે શાન્તિ મળે છે? ધનના લાભ શાન્તિ આપે છે, કે ધનના લાભ થતાં ધનની