________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૨૦
મોટા લાભ થાય છે, તેા પછી એ તારકાએ ફરમાવ્યા મુજ અના આચરણથી થનારા લાભને માટે તે પૂછવાનું જ શું હોય ? શ્રી વીતરાગ પ્રત્યેની સાચી શ્રદ્ધા શ્રી વીતરાગના માર્ગના આચરણને લાવ્યા વિના રહેતી નથી, એટલે શ્રી વીતરાગ પ્રત્યે પ્રગટેલી સાચી શ્રદ્ધા ને ખરાખર ટકી રહે; એકધારી વિશુદ્ધ બની રહે, સ્થિર રહે, તે તા એ જીવ માત્ર સાત-આઠ ભવામાં જ વીતરાગ અવસ્થાને પામી જાય છે, ધમ મા માં—ધર્મ શ્રદ્ધામાં સ્થિરીકરણ, એ પણ એક સદ્ગુણ છે. એ શ્રદ્ધાની સાથે જો શ્રી વીતરાગકથિત ઉચ્ચ ચારિત્ર પ્રાપ્ત થઈ જાય, સ્વીકારી લેવાય, આત્માને સ્પર્શી જાય, તે તે જ ભવમાં પણ મુક્તિ મળી શકે છે. સાચી શ્રદ્ધાપૂર્વક સંયમના સ્વીકાર, એ જ મુક્તિને મેળવવાની સાચી યુક્તિ છે, એકની એક યુક્તિ છે. મુક્તિની વાત તે દૂર રહી, પણ દેવગતિમાં પાંચ અનુત્તર વિમાનામાં પણ, શ્રી વીતરાગદેવ પ્રત્યેની સાચી શ્રદ્ધા વિનાના જઈ શકતા નથી. શ્રી વીતમગદેવ પ્રત્યેની સાચી શ્રદ્ધા પ્રગટી, આત્માને સ્પર્શી, તે જ ક્ષણે મર્યાદાતીત એવા પણ સંસાર, એને માટે મર્યાદિત અની જાયું છે. વધુમાં વધુ-પૂરા અર્ધ પુદ્ગલપરાવત્ત જેટલા કાઢ સુખી પણ તેનું સ ંસારનું પરિભ્રમણ ટકી શકતું નથી. શ્રી વીતરાગની સેવાથી લાભ કેમ મળે ?
કાઈ તમને પૂછે, તર્ક કરે કે-રાગ અને દ્વેષથી રહિત એવા તમારા વીતરાગદેવ તમારૂં કે અમારૂં ભલું શી રીતિએ કરવાના ?”-તા તમે શું કહેા ? વાત જરા સમજી લેવા જેવી છે.
ر