________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૨૨૫ છતાં પણ દેવ તરીકે પૂજાય છે, તેવા દેવાની આ સ્તુતિ નથી તેમજ લીલા કે કીડામાં મસ્તાન બનેલા હોવા છતાં ય દેવે તરીકે પૂજાતાઓની આ સ્તુતિ નથી. લીલા, એ તે રાગકીડા છે એટલે બાલક્રીડા છે અને બાલક્રીડામાં મસ્તને તે, જે તદ્દન બાલ હોય તે જ પૂજે. સમજદાર તે એવાને પૂજે નહિ. દેવ તે રાગાદિ દેથી રહિત જ હોય. એમને વળી લીલા કેવી ? શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે
“દેષરહિતને લીલા નવિ ઘટે, લીલા દેષવિલાસ.”
ભગવાન શ્રી વીતરાગ પરમાત્મા તે નિઃસંગ છે, અસંગ છે, માટે રંગરહિત છે. એમને રાગને સંગ નથી, એટલે તેને રંગ પણ નથી. શ્રી અરિહન્ત પરમાત્માની સ્તવના કરતાં, શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, “રામ ગયે તુજ મન થકી, તેમાં ચિત્ર ન કેય; - રૂધિર આમીષથી રાગ ગયે તુજ જન્મથી દૂધ સહેદર હેય.
પ્રથમ જિનેશ્વર પ્રણમીએ - સંગના રંગને તે આ સંસાર છે. આપણે સંગરહિત બનવું છે અને સંગરહિત બનવાને માટે અસંગ એવા પર માત્માના જ શરણને સ્વીકારવાની આવશ્યકતા છે. શ્રી વીતરાગની શ્રદ્ધા માત્રથી પશુ: -છાસઠ લાખ નિઓનું પરિક્રમણ અટકી જાય છે " જે આત્માઓને એવી શ્રદ્ધા થઈ જાય છે કે-પરમાત્મા તે વીતરાગ જ એટલે અસંગ જ હોઈ શકે અને એથી એવા પરમાત્માના માર્ગે ચાલનારા ગુરૂઓ પણ નિર્ચન્થ જ હેઈ શકે તેમજ એ પરમાત્માએ અસંગ બનવાના ઉપાય રૂપ બતા