________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
વેલે ધર્મ જ વસ્તુતઃ ધર્મ હોઈ શકે, એ સિવાયના મા તારક દેવ ગણાય, ન ગુરૂ ગણાય, ન ધર્મ ગણાય; તે શ્રદ્ધાળુ માણસ કે તિર્યંચ વૈમાનિક દેવગતિથી ઓછા અગર અન્ય ગતિના આયુષ્યને બાંધે જ નહિ. શ્રી વીતરાગની અવિરાધિત શ્રદ્ધા સહિત જે મરે, તે છેવટમાં છેવટ વૈમાનિક દેવ તે થાય જ. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા માત્રથી જ નરકગતિ અને તિર્યંચગતિ રોકાઈ જાય છે. શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાળે બનેલ છવ, નરકગતિમાં કે તિર્યંચગતિમાં જાય જ નહિ, સિવાય કે-એણે શ્રદ્ધાળુ બનતાં પહેલાં જ આયુષ્યકમને ઉપાર્યું હોય અગર તો એ પોતાની શ્રદ્ધાને ગુમાવી બેસે. જ્યાં સુધી શ્રદ્ધા ટકી રહે અને સંસારમાં પરિભ્રમણ કરવાનું હૈયું, તે એ જીવ કાં તે દેવગતિમાં જાય, કાં તે મનુષ્યગતિને પાસે, પણ તિર્યગતિને કે નરકગતિને તે એ જીવ પામે જ નહિ. રાગ અને દ્વેષથી રહિત એવા દેવની માત્ર સાચી શ્રદ્ધા થઈ જાય, તે પણ આટલે બધે લાભ થાય છે. સંયમને સ્વીકાર્યા વિના નિભ્રમણનું સર્વથા નિવારણ ન થાય એ ખરુંપરિબ્રમણથી સર્વથા છૂટવાને ઈચ્છનારે સંયમને સ્વીકાર્યા વિના છૂટકે જ નથી, તથાપિ જેને માત્ર શ્રી વીતરાગ દેવની સાચી શ્રદ્ધા થઈ, તેને પણ છાસઠ લાખ નિઓનું પરિભ્રમણ કપાઈ જ જાય છે બંધ થઈ જાય છે. એને ફરવાનું હોય તે માત્ર અઢાર લાખ યોનિઓમાં જ હોય છે. જીવાનિ ચોરાશી લાખ છે, તેમાંથી માત્ર અઢાર લાખ પેનિઓમાં જ પરિક્ષમણ રહે, એટલે એ જીવના પરિભ્રમણનાં ક્ષેત્રો ચેથા ભાગથી પણ ઓછાં રહ્યાં ને? જ્યારે શ્રદ્ધા માત્રથી પણ આવે, આટલો