________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સાધુઓને દ્રવ્યપૂજા તરફ અણુગમે છે, માટે સાધુએ દ્રવ્યપૂજા કરતા નથી-એવું નથી. સાધુએ દ્રવ્યની મૂર્છાથી દ્રવ્યપૂજા કરતા નથી, એમ પણ નથી. પહેલાં જ કહેવાયુ કે—ભાવપૂજા એ દ્રવ્યપૂજાનું વિશિષ્ટ લ છે તથા ભાવપૂજાને માટે જ દ્રવ્યપૂજા કરવાની છે; જ્યારે સાધુઓએ તા પોતાનું સમગ્ર જીવન, પોતાના સઘળા જ યોગા ભાવપૂજામાં ચેાજી દીધા છે. સાધુનું સમગ્ર જીવન શ્રી જિનાજ્ઞાના પાલનથી અંકિત છે અને શ્રી જિનાજ્ઞાનું પાલન એ પણ ભાવપૂજા છે. વળી સાધુઓએ દ્રવ્યના સર્વથા ત્યાગ કરેલા છે. સાધુઓએ પોતાની પાસે જે કાંઈ દ્રવ્ય હતું તેના સાધુ થતી વખતે ત્યાગ કર્યા છે; એટલું જ નહિ, પણ હવેથી જીવનના અન્ત પન્ત દ્રવ્યને નહિ મેળવવાની, દ્રબ્ય મળી જાય તે પણ દ્રવ્યને નહિ લેવાની અને કાઈની પણ દ્રવ્યપ્રાપ્તિની કે દ્રવ્યસંચય આદિની પ્રવૃત્તિને કલ્યાણકારી નહિ માનવાની સાધુએ પ્રતિજ્ઞા કરેલી છે. દ્રવ્યવાળાને માટે જ દ્રવ્યપૂજાનું વિધાન છે. સસારની ક્રિયાઓમાં પડેલા અને એથી દ્રવ્યને મેળવવા, સાચવવા, ભાગવવા આદિ રૂપ પાપક્રિયાને કરનારાઓને માટે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા ક્રમે ક્રમે આત્માને ભાવમાં સ્થિર બનાવે છે અને પછી ભાવપૂજા કરવાને ચેાગ્ય અનેલા તે ગૃહસ્થ સુન્દર પ્રકારે ભાવપૂજા કરી શકે છે. ગૃહસ્થનું ચિત્ત પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી વ્યાક્ષિપ્ત હાય છે, જ્યારે સાધુનું ચિત્ત વ્યાક્ષિપ્ત હોતું નથી, કેમ કે એમની સઘળી જ ક્રિયા કેવળ આત્માને ઉદ્દેશીને જ હોય છે અને વિશુદ્ધ પ્રકારની હોય છે. સાધુએ જો દ્રવ્યપૂન કરે તે તે ખામી ગણાય.
७४