________________
૧૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
વવાની તાકાત એક માત્ર આ શાસનમાં જ છે અને સાથે, દયાભાવ એ કે-જે મારામાં શક્તિ હોય, તે આ જગતના એક પણ જીવને આ શાસનને રસિક બનાવ્યા વિના હું રહું નહિ એટલે કે કેઈને ય હું દુખી રહેવા દઉં નહિ અને સૌને ય સુખી બનાવી દઉં! આ ભાવદયા છે અને આ ભાવદયાની ઉત્કટતાથી જ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના થાય છે. આવી રીતિએ બંધાએલા અને નિકાચિત કરાએલા શ્રી તીર્થંકર -નામકર્મને ઉદય, તેના સ્વામીને અજોડ એશ્વર્યને સ્વામી બનાવે, એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી અને એ અશ્વય જગતનું તારક બને, એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી. ભગવાનના આત્માઓની સર્વોત્તમતા?
પુણ્યકર્મના અનેક પ્રકારો છે, પણ શ્રી તીર્થકર-નામકર્મ રૂપ પુણ્યકર્મ, એ તો પુણ્યકર્મને સર્વોત્તમ કટિને પ્રકાર છે. આ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે જેટલું અને જેવું ઐશ્વય પ્રાપ્ત થઈ શકે છે, તેટલું અને તેવું એશ્વર્ય બીજા કેઈપણું પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થઈ શકતું નથી–એ વાત જેમ સુનિશ્ચિત છે, તેમ એ ય સુનિશ્ચિત છે કે–આ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થયેલું ઐશ્વર્ય જેટલું અને જેવું સ્વ-પરનું ઉપકારક નિવડે છે, તેટલું અને તેવું ઉપકારક બીજા કેઈ પણ પ્રકારના પુણ્યકર્મના પ્રતાપે પ્રાપ્ત થયેલું આશ્વર્ય નિવડતું નથી. આથી પણ સમજી શકાય તેમ છે કે-જે પુણ્યાત્માઓ આવા પુયકર્મને નિકાચિત કરવામાં સફળ નિવડે, તે પુણ્યાત્માઓની તથાભવ્યતા કેઈ અજોડ જ હોય. ભવ્યાત્માઓની ભવ્યતા જેમ