________________
-
-
-
૧૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો નથી વિરાધના કરી હોય, ધર્મ કરતાં પણ આદરભાવ રાખે ન હોય તેમજ ધર્મ કરવામાં આશયની મલિનતા હોય, તે એવાં એવાં કારણેથી ધર્મ દ્વારા બંધાએલું પુણ્ય, જ્યારે ઉદચમાં આવે ત્યારે, તે પિતાના સ્વભાવ મુજબ જાહોજલાલી વિગેરે તે આપે, પણ એ પુણ્ય સ્વામી ધર્મને ભૂલી જાય. ધર્મ કર્યો એટલે ધમેં ફળ આપ્યું, પણ અનાદર આદિનું ફળ એ કે-ધર્મ ભૂલાયે અને દુબુદ્ધિ સુઝી. ધર્મ અયોગ્ય પ્રકારે કર્યો હોય, તે એનાથી ઉપાજેલા પુણ્યના ભેગવટા વખતે, એ પુણ્યને સ્વામી વિષય અને કષાયની આધીનતામાં જકડાઈને ઘેર પાપને પણ ઉપાજે. પાપાનુબંધી પુણ્ય પિતાના ઉદયકાળમાં પોતાના સ્વામીને પાપ તરફ પ્રેરનારું બને છે, જ્યારે આશંસાથી રહિતપણે અને વિધિના આદરપૂર્વક કરેલા ધર્મથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને તે પુણ્યને ઉદયકાળ, તેના સ્વામી આત્માને વિરાગકાળ હોય છે. એ પુણ્ય સામગ્રી ઘણું આપે, સારી આપે અને એને સ્વામી એ સામગ્રીમાં મુંઝાયા વિના, એ સામગ્રીને સદુપયોગ કરે. કેટલાક ધનવાને ધનની મૂરછમાં ધર્મને કરી શકતા નથી, પરોપકારને આચરી શકતા નથી, અરે પિતાના ભોગમાં પણ પોતાના ધનને ઉપયોગ કરી શક્તા નથી, એ સૂચવે છે કે આશંસા, અનાદર, અવિવેક આદિની સાથે જ એમણે ધર્મને સેવેલે તમારે પણ વિચાર કરવાને છે કે તમારું પુણ્ય કેવા પ્રકારના ધર્મથી બંધાએલું છે? કમ સામે જંગ માંડનાર જરૂર જીતી શકે?
પ્રશ્ન જેવા પ્રકારનું પુણ્ય હોય તેવા પ્રકારના જ વિચારે સુઝે ને?