________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
' ૧૯૫ પાછા ચાલ્યા જવામાં સલામતી માની, તે ચાલ્યો ગયો.
આથી, રાજા ગૌરીશંકરના ચમત્કારથી એવો અંજાઈ ગયો. કે તેને ચાર ગામ બક્ષીસ આપી દીધાં; અને એમ, એક વખતને તદ્દન દરિદ્રી બ્રાહ્મણ ચાર ગામને ધણું બની બેઠે. એને સમૃદ્ધિ પણ મળી અને સત્તા પણ મળી.
અહીં વિચારવા જેવી વાત એ જ છે કે-ગૌરીશંકરનું પુણ્ય પાસરું ન હેત, તે શું થાત ? સૈનિકે એ લડવાને માટે જે વખતે સુસજજ બનવાનું હતું, તે જ વખતે તે સૈનિકને ગૌરીશંકરની ગળીએ લથપથ કરી નાખ્યા હતા. કઇકના તે હોશ ઉડી ગયા હતા. શત્રુરાજાએ જે એ સમયે આક્રમણ કર્યું હતું, તે આ રાજાનું સૈન્ય શત્રુન્યને થોડો પણ સામને કરવાને શક્તિમાન નહોતું. સૈન્યમાં જે શક્તિ હતી, તે તે ગૌરીશંકરની ગેળીએ છીનવી લીધી હતી, એટલે સામે રાજા જે આક્રમણ કરતા, તે તે નહિ જેવી મહેનતમાં, તે નગરને જીતી લઈને આ રાજાને બંદીવાન બનાવી શક્ત. પણ રાજાનું અને પ્રજાનું પુણ્ય હતું, તેને ગૌરીશંકરના પુયે યારીમદદ આપી. ગૌરીશંકરે સૈનિકને આપેલે નેપાળને રેચ ખરી રીતિએ શત્રુરાજાને લાગ્યો. પુણ્ય જોરદાર હોય તે આવું પણ બને અને આથી અધિક પણ બને. પાપાનુબંધી પુણ્યઃ
પ્રશ્ન પુણ્ય બંધાય ધર્મથી અને તે ઉન્માર્ગના પ્રચારમાં સહાયક બને, તે તેનું કારણ શું?
ધર્મ એવા પ્રકારે કર્યો હોય માટે ! ધર્મ કરીને પાછ