________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૨૦૫ જાય છે, એ તે તમારા પણ અનુભવની જ બીના છે. વર્ષ પૂર્વે જેટલે રસ-કસ હતું, તેટલો રસ-કસ આજે નથી. રસ-કસ તે પ્રત્યેક સમયે ઘટતું જાય, પણ આપણને એને ખ્યાલ તે માટે ફેરફાર થાય ત્યારે આવે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના દેહપ્રમાણ, આયુષ્ય પ્રમાણ આદિમાં પણ ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે અને અવસર્પિણી કાળમાં ક્રમશઃ હાનિ થતી જાય છે. ઉત્સર્પિણીમાં પહેલા ભગવાન કરતાં બીજા ભગવાનનું, બીજા કરતાં ત્રીજા ભગવાનનું-એમ ક્રમશઃ ચોવીસે ય ભગવાનનું, દેહપ્રમાણ તથા આયુષ્ય પ્રમાણ આદિ વૃદ્ધિ પામતું જાય છે અને અવસર્પિણીમાં એથી ઉલટું બનતું જાય છે; એ કારણે, અવસર્પિણીના ચોવીસમા તીર્થપતિનું અને ઉત્સર્પિણીના પ્રથમ તીર્થપતિનું, અવસર્પિણીના તેવીસમાં તીર્થપતિનું અને ઉત્સર્પિણીના બીજા તીર્થપતિનું–એમ એક તરફ ઉતરતા ક્રમે અને બીજી તરફ ચઢતા ક્રમે આવતા ભગવતેના આયુષ્યાદિની સમાનતા હોય છે. પાંચ ભરત ક્ષેત્રો અને પાંચ એવિત ક્ષેત્રો-એ દશ ક્ષેત્રોમાં દરેક ઉત્સપિણી કાળમાં અને દરેક અવસર્પિણી કાળમાં રાગ-દ્વેષનો ક્ષય કરીને, વીતરાગ બની સર્વજ્ઞપણને તે અસંખ્યાતા આત્માઓ પામે છે; પણ દરેક ઉત્સર્પિણી કાળમાં કે દરેક અવસર્પિણી કાળમાં, ઈશ્વર તે માત્ર વીસ જ થાય છે. દરેક અવસર્પિણીમાં અને દરેક ઉત્સપિણમાં
-ચાવીસ જ પરમાત્મા કેમ થાય તેને ખૂલાસ : પ્રશ્ન દરેક કાળમાં શ્રી અરિહન્ત પરમાત્મા.ચોવીસ જ થાય છે, એનું કારણ શું?