________________
२०८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાગરોપમ પ્રમાણે અવસર્પિણી કાલમાં, શ્રી ભરતાદિદશ ક્ષેત્રોને. વિષે, એ ઉચ્ચ ગ્રહોને વેગ વીસ જ વખત આવે છે, કે જે ઉચ્ચ ગ્રહોને વેગ ભગવાન શ્રી અરિહંત પરમાત્માના જન્મસમયે હોય. કેઈ કહેશે કે-એની ખાત્રી શી? તે કહેવાય કે-જે બને છે તે નિશ્ચિત છે, એટલે તેના ઉપરથી અનુમાન કરી શકાય અને અનુમાન એ પણ એક પ્રમાણ ગણાય છે. ચિત્રીસ અતિશયોવાળા, વાણીના પાંત્રીસ ગુણોવાળા અને દેવેન્દ્રો તથા નરેન્દ્રોથી સેવાનારા આત્માઓ અલ્પ સંખ્યામાં જ થાય, એ સ્વાભાવિક છે. જેમ જેમ પદ ઉચ્ચ હોય, તેમ તેમ તે પદને વિભૂષિત કરનારા આત્માઓ છેડા જ હોય, તે તે આજે પણ તમે અને અમે અનુભવીએ છીએ. વળી એક સામાન્ય યુક્તિ પણ પરમાત્માના જેવીસ અંકને સિદ્ધ કરે છે. તમે પરમાત્મા શબ્દ લખીને, તે અક્ષર ન હોય ને અંકે હોય-એમ કલ્પી, તેને સરવાળે કરી જૂઓ, તે ચાવીસ થશે. “પના પાંચ, “રના બે, “મના સાડાચાર, ત” અડધે છે તેથી તેની આગલી ઉભી લીટી કાઢતાં “” બને છે તેના આઠ અને છેલ્લા “માના સાડાચાર-એમ જતાં પર+કા+૮+૪=૨૪ થાય છે. આમ પરમ વિશેષણથી યુક્ત એ આત્મા પણ વીસને જ સંકેત બતાવે છે; બાકી તે અનાદિથી એમ જ બનતું આવ્યું છે, એટલે આવી વાતમાં એમ કેમ?”—એવા પ્રશ્નને અવકાશ જ રહે નથી.