________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છે, વળી શ્રી તીર્થંકર સિદ્ધ તે થવાના, થવાના ને થવાના જ, એટલે તીર્થંકરપણાને અન્ન થાય છે, એમ તે માનવું જ પડે તે એમને અનન્ત શી રીતિએ કહેવાય ?' આ પણ એક સમજવા જેવી વાત છે. શ્રી તીર્થકરદે પણ સિદ્ધ થાય, એટલે એ તારકેન અરિહંતપણાને અન્ન આવે છે, એ તે તદ્દન સાચી, સીધી અને સારી વાત છે, આમ છતાં ય, અહીં
અનન્ત” વિશેષણ વપરાયું છે, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ક્યી અન્તરહિતતાને સ્પષ્ટ કરે છે?—એ આપણે વિચારવું જોઈએ. આ વિશેષણ એવું નથી કે માત્ર તીર્થકર જિનેને જ સૂચવે અને કેવલિજિનેને સૂચવે નહિ. ભગવાન શ્રી અરિહંતદેવ કેવલજ્ઞાની તો છે જ, એટલે કેવલજ્ઞાની બનતાં આત્માની જે સ્વભાવદશા પ્રગટતી હોય, તે વબાવદશાને લક્ષ્યમાં રાખીને પણ, ભગવાન શ્રી અરિહન્તદેવેની સ્તુતિ કરી શકાય. ચાર ઘાતી કર્મોનો ક્ષયથી આત્માની જે સ્વાભાવિક અવસ્થા પ્રગટે છે, આત્માનું જે ઐશ્વર્ય પ્રગટે છે, તે અન્ત વિનાનું જ હોય છે. એ ગુણે અનન્તા કાલે પણ આવરાતા નથી. એ ગુણમાં નથી તે ઓછપ આવતી કે નથી તે એ ગુણોને અન્ન આવત. સર્વજ્ઞ વિશેષણને વાપરીને, જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતા અનન્ત જ્ઞાનગુણને ઉદ્દેશીને સ્તવના કરાઈ છે એટલે અહીં પ્રધાનતા અન્તરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતા ગુણની છે. અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપલેગાન્તરાય અને વીર્યન્તરાય. આ પાંચેય પ્રકારના અન્તરાયાને કરનાર અતરાય-કમને સર્વથા ક્ષય