________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૧૯ જે જે પ્રકારનાં દાનાદિ, જેટલા જેટલા પ્રમાણમાં સંભવિત હેય, તેટલા તેટલા પ્રમાણમાં તેને પ્રકારનાં દાનાદિ જરૂર કરે. જેમ કે-જ્ઞાનનું દાન. ધર્મોપદેશ એ પણ જ્ઞાનદાન જ છે. બાકી તમે જે દુન્યવી દષ્ટિએ, પદ્ગલિક દૃષ્ટિએ દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યના ઉપયોગની વાત કરતા હે, તે જેઓનાં ચાર ઘાતી કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તેઓને માટે એ સંભવિત છે? અન્તરાય કર્મ ગયું, એટલે અન્તરાય કરનાર કેઈ રહ્યું નહિ, પણ ભૂલવું નહિ કે-મોહનીય કય સર્વથા ક્ષીણ થઈ ગયું છે. અહીં એ આત્માઓની અવસ્થાને ખ્યાલ રાખીને વિચાર કરે જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તે વિચારણાને ઉન્માર્ગે વહી જતાં વાર લાગે નહિ. . દરેક વસ્તુને ઉડાણથી વિચાર કરવો જોઈએ: - આ તે શું, પણ દરેક વાતને વિચાર સંગ–સ્થિતિ આદિને લક્ષ્યમાં રાખીને કર જોઈએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ખેડુતના જીવને પ્રતિબોધવાને માટે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીને મોકલ્યા. એ મહાપુરૂષે ખેડુતેની પાસે જઈને તેને પ્રતિબંધ પમાડ્યો અને ખેડુતે તરત જ ભાગવતી દીક્ષાને સ્વીકાર કર્યો. એ ખેડુત મુનિને લઈને, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે આવ્યા. એ ખેડુત મુનિએ જેવા ભગવાનને જોયા કે તરત જ ભગવાનના આત્મા પ્રત્યેને તેને વૈરભાવ જાગૃત થઈ ગયા અને એથી તે ખેડુત મુનિ રહરણને ફેંકી દઈને ત્યાંથી ભાગી ગયો. અહીં ખ્યાલ