________________
२२२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
થવાનું? વાત એટલી જ કે-દાનાદિ થાય કે ન થાય, પણ એ તારકમાં અનન્ત દાનાદિની શક્તિ ખરી !
૭. ભગવાનની અસંગ તરીકે સ્વતના
ભગવાન અસંગ કેમ?
આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે 'ઉઘુક્ત થયેલા પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ટીકાના પ્રારંભમાં મંગલાચરણ કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પંદર વિશેષણથી સ્તવના કરી છે. એ પંદર વિશેષણેમાં પહેલું સર્વજ્ઞ, બીજું ઈશ્વર અને ત્રીજું અનન્ત-એ ત્રણ વિશેષણેના સંબંધમાં આપણે કેટલાક વિચાર કરી આવ્યા. હવે શું વિશેષણ છે–અસંગ! અસંગ એટલે સંગરહિત, એવા શ્રી જિનની હું પ્રયત્નપૂર્વક સ્તુતિ કરું છું, એમ ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદે અસંગ કેમ?, એ વાત આપણે વિચારવાની છે. કેઈ કહેશે કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવને અસંગ કેમ કહેવાય? કારણ કે-હજુ તે એ તારકેને ઔદારિક તેજસ અને કામણ એ ત્રણે ય પ્રકારનાં શરીરને સંગ તે છે જી મુક્તિને પામ્યા પહેલાં પરિપૂર્ણ અસંગતા સંભવે જ નહિ!”
તે તમે શું કહો? તેને કહેવું કે-અમે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવને અસંગ તરીકે સ્તવીએ છીએ, તે ઘેલછાથી કે પક્ષપાતળી સ્તવતા નથી. એ તારકે અસંગ બન્યા છે, માટે જ એ તારકેને અમે અસંગ તરીકે સ્તવીએ છીએ.