________________
શ્રી ભગવતીજી સૂત્રમાં વ્યાખ્યામ
1.
કરવા જોઈએ કે-ખેડુત મુનિને તે વખતે શ્રી અહિ તું પરમાત્મા પ્રત્યે દ્વેષ થયા હતા કે માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે જે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્થાને અન્ય કાઈ અહિન્ત પરમાત્મા હોત, તેા ખેડુત મુનિ રજોહરણને ફેંકીને ભાગી જાત નહિ; એટલે એને દ્વેષ માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પૂરતા જ ગણાય. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે દ્વેષ થવામાં પણ કારણ, પૂર્વભવના વૈરભાવ હતા, નહિ કે–એ તારકનું અહિન્તપણું ! શ્રી અરિહન્નદેવાના ગુણોની અને એ તારકાના ધર્મની વાત તે એને એકદમ રૂચિકર થઈ ગઈ હતી અને એથી જ તેણે ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીના ઉપદેશથી તરત જ દીક્ષાને ગ્રહણ કરી હતી. જો કે એ વાત જરૂર છે કે—આવું નિમિત્ત મળી જતાં, જીવને માઢુ પણ નુકશાન થઈ જાય છે; પણ સંચાગ અને સ્થિતિના વિચાર કરીએ, તો સમજાય કે-એ ખેડુત મુનિને દ્વેષ માત્ર ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્મા તરફ જ ઉભળ્યેા હતા અને એ દ્વેષના આવેશને આધીન બની જવાથી, એ જીવ પેાતાના હિતાહિતને વિચાર કરી શકયા નહિ. વૈર બહુ જ ભયંકર વસ્તુ છે. વેરે કેવું નુકશાન કર્યું ? દીક્ષિત બનેલા અને શ્રી અરિહન્ત પરમાત્માના દર્શનને પામેલા જીવ, જોતજોતાંમાં પતિત થઇ ગયા ! આ તે આપણે સંચાગ-સ્થિતિના વિચાર કરવાની વાત ચાલે છે. ખૂદ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીના જ, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેના, રાગના વિચાર કરી ને ? ભગવાન પ્રત્યે એમને સ્નેહુરાગ હતા, એ સાચું, પણ તેથી તેમને ભગવાન