________________
૨૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
થવાથી, ભગવાન શ્રી જિનેશ્વર અને સર્વ કેવલજ્ઞાની ભગવતે અનન્ત એવા દાનાદિના ગુણને પામે છે. એમનું દાન,એમને લાભ, એમને ભેગ, એમને ઉપભેગ અને એમનું સામર્થ્ય અનન્ત. કઈ કહેશે કે-એને એ ઉપગ કરે કે ન કરે? આત્માની શક્તિ પ્રગટી, પણ જેનામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિનો તે ઉપયોગ જ કરે એવો નિયમ નથી. આપણે તે એમનામાં અનન્ત ગુણે છે એટલું જ કહી શકીએ તેમજ પ્રગટેલા એ ગુણને કદી પણ અન્ત નથી એમ કહી શકીએ. ગુણ અને ગુણીને કથંચિદ અભેદ હોવાથી, અનન્ત ગુણોના સ્વામી અથવા તે જેમના ગુણોને અન્ત જ નથી, એવા આત્માઓને અનન્ત તરીકે સ્તવી શકાય છે. એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે-ટીકાકાર પરમર્ષિએ શ્રીમદ જિનને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું એમ કહ્યું છે. આ સ્તુતિ કોઈ પણ એક ભગવાનને ઉદ્દેશીને કરવામાં આવી નથી, પણ સઘળા ય શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને કરવામાં આવી છે. સઘળા ય શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ એટલે અનન્ત જિનેની સ્તુતિ. અનન્ત જિનેનું સૂચન “એક જ ઈશ્વરની માન્યતાને ખોટી ઠરાવનારૂં બનવા દ્વારા પણ સાર્થક ઠરે છે. કેવલી ભગવન્ત દાનાદિ કરે કે નહિ ? આ પ્રશ્નર શું અરિહન્ત ભગવાને અથવા અન્ય કેવલી ભગવાને દાનાદિ કરે જ નહિ? " આવું વળી કોણે કહ્યું? ચાર ઘાતી કર્મો ક્ષીણ થયાં છે અને માત્ર ચાર અઘાતી કર્મો જ બાકી છે, એવી અવસ્થામાં