________________
છબત અજયક
૨૧૬.
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને ભગવાનને અનન્ત વિશેષણ શા માટે?
આપણે તે માનીએ છીએ કે જે કઈ આત્મા પ્રયત્ન કરે અને પિતાને પ્રયત્નના બલથી પિતાનાં ચાર ઘાતો કને ક્ષીણ કરી નાખે, તે આત્મા સર્વજ્ઞ બની શકે છે તેમજ સર્વજ્ઞ બન્યા બાદ પિતાનાં બાકીનાં ચાર અઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને સિદ્ધ પણ બની શકે છે. આવી રીતિએ સિદ્ધ બનનારા આત્માઓમાં થોડાક આત્માઓ એવા પણ હોય છે, કે જેઓ જગતમાં જેની જોડી ન મળે એવા એશ્વર્યને પામીને, એ એશ્વર્યના કારણભૂત પુણ્યકર્મના પેંગે તીર્થની સ્થાપના કરીને, પછી જ સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિને પામવાને માર્ગ સ્વતન્ત્રપણે દર્શાવનારા તો એવા જ આત્માઓ હોય છે અને એથી જ એવા આત્માઓને શ્રી સિદ્ધાત્માઓથી પણ પહેલાં સ્તવાય છે. એ તારકન ઉપકારની કેઈ સીમા નથી. એ તારકેએ દર્શાવેલ મેક્ષમાર્ગ જેઓને રૂચે છે, તેઓ એ તારકેની તરફ અનન્ય ભક્તિવાળા બની જાય છે. નાના કે મોટા કાર્યમાં, મંગલ તરીકે, એ આત્માઓએ શ્રી અરિહંત પરમાત્માઓને જ સ્તરે છે, વદે છે. આ ટીકાકાર મહર્ષિએ પણ તેમ જ કર્યું છે. પ્રારભમાં જ મંગલાચરણ કરતાં પંદર વિશેષણોથી શ્રી અરિહન્ત પરમાત્માઓને રતવ્યા છે. એ તારકે સર્વજ્ઞ પણ હોય છે અને ઈશ્વર પણ હોય છે. એ બે વિશેષણ વાપર્યા પછીથી, ટીકાકાર મહર્ષિએ “અનન્ત એવું ત્રીજું વિશેષણ વાપર્યું છે. ત્રીજા વિશેષણને અંગે કઈ કહેશે કે “એમને અનન્ત કેમ કહેવાય? કેમ કે-નીર્થકર નામકર્મના ઉદયની સાદિ-સાન્તતા
ગતિને પારાવાર, પછી