________________
૨૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સ્વર્ગગતિ અને નરકગતિ, પિતાની સદ્ગતિ ને દુર્ગતિ, જીવ પિતે જ પિતાનાં કર્મોથી સજે છે. સારાં કર્મોથી સદ્ગતિ મળે અને બૂરાં કર્મોથી દુર્ગતિ મળે. બૂરાં કર્મોથી બચવાની, સારાં કર્મોમાં પ્રવૃત્ત થવાની અને આત્માને કર્મના ભેગથી મુક્ત બનાવવાની પ્રેરણા ઈશ્વર કરે. ઈશ્વર તે સંસારનું સ્વરૂપ કેવું છે અને આત્માનું સ્વરૂપ કેવું છે એ બતાવે, જીવના, જડના અને જીવ તથા જડ કર્મના સંગના સ્વરૂપને સમજાવીને, ઈશ્વર જીવને જડ કર્મોના વેગથી રહિત બનાવવાને ઉપાય બતાવે, એ ઉપાયને આચરવામાં કેવી કેવી મુશ્કેલીઓ આવે અને તે તે મુશ્કેલીઓથી કેમ પાર પામી જવાય, તેનો ઉપાય બતાવે; જીવ જડ કર્મોના વેગથી રહિત બનવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યાં સુધી તે જડ કર્મોના
ગથી રહિત બને નહિ, ત્યાં સુધી તે કેમ દુઃખથી બચી શકે અને કેમ સુખને પામી શકે એ બતાવે. ઈવર સર્વજ્ઞ હોવાથી સમસ્ત લોકાલોકનો દષ્ટા છે અને જગતના જીવોને લોકાલેકના સ્વરૂપનું ભાન કરાવનાર છે. ઈવર સુષ્ટ નથી પણ દષ્ટા છે અને બનાવનાર નથી પણ બતાવનાર છે.
બાળકના હિતની તકેદારી જરૂરી છેઃ
ઈવર શબ્દ ધાતુથી બનેલો છે. ધાતુ એવયેનો સૂચક છે. ઈકવર શબ્દ સંસારના સજનનું સૂચન કરતા જ નથી. “ઓ ઈવર! તું એક છે, સજર્યો તે સંસાર–એવી કવિતા નાનપણમાં શીખાયતે તેની અસર કેટલી બધી રહે? એવા વખતે દરેકે ધ્યાન આપવું જોઈએ કે–પિતાનાં