________________
-
-
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૧૫ બાળકે, પિતાનાં આશ્રિતોમાં બેટી સમજ રૂઢ બનવા પામે નહિ! આજે પણ ઘણું પાઠય પુસ્તકમાં ઘણી ઘણી ઉંધી વાત શીખવાડવામાં આવે છે. તમે તેવાં પાઠય પુસ્તકને અટકાવી શકો અગર સુધરાવી શકો, તે તે સારી વાત છે, પણ જે તમારાથી તેમ બને નહિ, તો પણ તમે તમારા બાળકોને તો ખોટા શિક્ષણથી બચાવવાનો પ્રયત્ન કરી શકો ને? બાળકોના શિક્ષણ તરફ તે ચાંપતી દેખરેખ રાખવી જોઈએ. બાળકોના મગજમાં બેટી વાતો રૂઢ થઈ ગયા પછી, તેને કાઢવી બહુ ભારે પડે છે. બાળકોને નાનપણથી જ જે સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સારું વાતાવરણ મળે છે, તે બાળકોનું ઘડતર સુન્દર થાય છે. બાળકો પાપી નિવડે, અનાચારી નિવડે, ધર્મવિરોધી નિવડે, તેમાં તમારી જવાબદારી પણ ઓછી નથી. તેનાં પાપકર્મોના ભાગીદાર તમે પણ બનો છો. તે પાપી બને નહિ અને સદાચારી બને–એ માટે જો તમે તમારાથી બનતી તકેદારી રાખી હોય, તે જ તમે એનાં પાપકર્મોમાંથી ભાગીદાર બનતાં બચી શકે છો. તમે એનાં પાપકર્મોના ભાગીદાર બને, એટલે એનાં પાપકર્મો કાંઈ ઘટે નહિ; એને તે એનાં પાપકર્મો ભોગવવાં જ પડે; પણ તેનાં પાપકર્મોના ગે તમને જે પાપકર્મો લાગતાં હોય, તેનાથી તમે ધારે તો તમે બચી શકો. એ માટે તે મરતાં ય બધું વોસિરાવી દેવાનું વિધાન છે. જીવતાં ન છૂટે તે છેવટ મરતાં પહેલાં તે બધું વોસિરાવી દેવું, નહિ તે પાછળ રહેલાનું પાપ આપણને પાપથી લેપાવે. સિરાવ્યું ન હોય, તે ન કરીએ, ન જાણીએ, તે છતાં ય પાપ લાગે.