________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૧૧
ર્ણને આત્માની સાથે જવાથી જ પરમાત્મા શબ્દ બને છે. કેઈ પણ શબ્દને વિશેષણ પ્રાપ્ત થાય, તો તે વિશેષણ પાછળથી પ્રાપ્ત થાય છે, પહેલેથી હેતું નથી. જે આત્મા પરમ દશાને પ્રાપ્ત કરે, તે આત્માને પરમાત્મા કહેવાય. હવે જો અનાદિકાલથી એક જ ઈશ્વર હોય અને તેણે પોતાના આત્માને પરમ બનાવ્યો હેય, તે પ્રશ્ન એ છે કે-એ પહેલાં એ કેવો હતો અને એ પરમ બને એટલે કેવો બન્યો? જેઓ એક ઈશ્વરની વાત કરે છે, તેઓ ઈશ્વરે સૃષ્ટિ સજી એમ કહે છે. ઈશ્વરે સૃષ્ટિ સજી-એમ કહેવામાં, તેઓ એમ કહે છે કે કોઈ પણ વસ્તુ તેને બનાવનાર ન હોય તે બનતી નથી. હવે જે કઈ પણ વસ્તુ તેને બનાવનાર ન હોય તો બને જ નહિ–એ સિદ્ધાન્તને માન્ય રાખીએ, તે ઈશ્વર પણ બનાવ્યા વિના બને નહિ, એવું માનવું પડે એટલે ઈશ્વરને કોણે બનાવે? બીજી વાત. ઈશ્વરે પરમ આત્મત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે સંસારને સર્યો કે સંસારને સર્યા પછી પરમ આત્મત્વ પ્રાપ્ત કર્યું ? જે પરમ આત્મત્વ પામતાં પહેલાં સંસારને સજીને તેણે પરમ આત્મત્વ પ્રાપ્ત કર્યું હોય, તે સંસારના સર્જન જેવું મહા ભયંકર પાપ કરનાર, પરમ આમત્વને પામ્ય શી રીતિએ? જે એ પહેલેથી જ પરમાત્મા હતો, એટલે કે–એણે પરમાત્મા બન્યા પછી સૃષ્ટિનું સર્જન કર્યું હોય, તે આવી સૃષ્ટિને સર્જના
માં પરમાત્માપણું હેઈ જ શકે નહિ. ઈશ્વરને ઈચ્છા પણ ન હોય અને લીલા પણ ન હોય, કારણ કે-જેનામાં રાગ અને દ્વેષ હોય, તેને તે પરમાત્મા મનાય જ નહિ. જે લોકે જગતના સર્વ આત્માઓને ઈશ્વરના અશે તરીકે માને છે,