________________
૨૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
કરીએ, તેા પણ આ શ્રી જિનસ્તુતિમાં ટીકાકાર પરમવું આચાર્ય ભગવાને, સર્વજ્ઞ અને ઈશ્વર એવાં એ વિશેષણેાથી શ્રી જિનને સ્તબ્યા ખાદ, ‘અનન્ત' એવા ત્રીજા વિશેષણથી શ્રી જિનની જે સ્તવના કરી છે, તે સુસંકલિત છે-એમ આપણુને જણાઈ આવે છે. ટીકાકાર પરમષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચનાના પ્રારંભમાં, જે શ્રી જિનસ્તુતિ કરી છે, તે શ્રી અરિહંત પરમાત્માઓને ઉદ્દેશીને કરી છે, પરન્તુ અમુક અહિન્ત પરમાત્માને ઉદ્દેશીને અગર તેા આ અવસર્પિણી કાલમાં આ ભરત ક્ષેત્રમાં થયેલા શ્રી ઋષભદેવ ભગવાન આદિ ચાવીસ તીર્થં પતિઓને ઉદ્દેશીને કરી નથી. અત્યાર સુધીમાં થયેલા, હાલ વિહરમાન અને હવે પછી થનારા-એમ સર્વ ક્ષેત્રાના અને સર્વ કાલના, સર્વ શ્રી અરિહંતદેવાની આ સ્તુતિ છે; એટલે કે અનન્તા શ્રી જિનેશ્વરદેવાની આ સ્તુતિ છે. આમ હોઈને, ‘અનન્ત’ એવા ત્રીજા વિશેષણ દ્વારા ‘ ઐશ્વય યુક્ત સર્વજ્ઞા અનન્તા હોય છે, એવું સૂચવ્યું છે—એમ પણુ કહી શકાય.
ઈશ્વરે સસારને રાજ્ય નથી :
તમે કદાચ ગૂજરાતીમાં શીખવાતી પેલી કવિતા ગામો હશે કે– આ ઈશ્વર ! તેં' એક છે, સર્જ્યો તે સ’સાર.' ઈશ્વર એક છે-એ વાત પણ ખાટી છે અને ઈશ્વરે સ'સારને સર્જ્યો છે એ વાત પણ ખેાટી છે. ‘ઈશ્વર એક છે’–એવી માન્યતા, આત્માની માન્યતા વિષે ભ્રમ ફેલાવનારી છે. ઈશ્વર એટલે પરમાત્મા. આત્મા શબ્દનું પરમ એ વિશેષણ છે અને એ વિશેષ