________________
પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
, ભગવાનની અનન્ત તરીકે સ્તુતિ
૨૦
આ સ્તુતિ અનન્તા જિનાની છેઃ
એકે એક ભરત ક્ષેત્રમાં અને એકે એક ઐરવત ક્ષેત્રમાં, દરેક ઉત્સર્પિણી કાલમાં અને દરેક અવસર્પિણી કાલમાં, ‘ઈશ્વર’ એવા ‘સર્વજ્ઞ' ભગવન્તા તે ચાવીસ ચાવીસ જ થાય છે; પરન્તુ કુલ ઈશ્વર કેટલા ? અત્યાર સુધીમાં, અનન્તાં કાલચક્રો એટલે અનન્તી ઉત્સર્પિણીઓ તેમ જ અનન્તી અવસર્પિણીઓ પણ થઈ ગઈ; હાલ અવસર્પિણી કાલ ચાલુ છે; અને હવે પછીથી પણ, અનન્તી ઉત્સર્પિણીએ તથા અનન્તી અવસર્પિણીઓ થવાની છે. કાલને આદિ પણ નથી અને અન્ત પણ નથી. કાલચક્ર ભમતું હતું, ભમે છે અને ભમ્યા જ કરશે ! અનન્તી ઉત્સર્પિણીઓ–અવસર્પિણી થઈ તથા અનન્તી થવાની, તા ક કાલચક્રાનાં ૨૪, ૨૪ શ્રી જિનેશ્વરદેવા ગણતાં પણ કુલ કેટલા શ્રી જિનેશ્વરદેવા થયા અને કેટલા થવાના? પાંચ ભરત ક્ષેત્રા અને પાંચ ઐરવત ક્ષેત્રે એમાં દરેકના ચાવીસ, એટલે થયા ૨૪૦, અવસર્પિણીના ૨૪૦ અને ઉત્સપિણીના ૨૪૦, એટલે થયા એક કાલચક્રમાં ૪૮૦. આવાં 'તા અનન્તાં કાલચક્રો વહી ગયાં અને અનન્તાં કાલચક્રો વહેશે, છતાં કાલપ્રવાહ ચાલુ રહેશે, એટલે શ્રી તીર્થંકર ભગવાના પણ અનતા થયા છે અને અનન્તા થવાનાં છે. વળી મહાવિદેહ ક્ષેત્રમાં સદા કાળ શ્રી તીર્થંકર ભગવાનાનું વિહરમાનપણું હોય છે, એટલે ત્યાં પણ અનન્તા થયા છે, હૅલિ વીસ હિંમાન છે અને અનન્તા થશે. આ રીતિએ વિચાર
૧૪