________________
-
-
--
-..
૨૦૩
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ ચડતીને કે પડતીને સૂચક રહે નહિ. બધા આરાઓ સમાન જ જણાય. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં કાલચકનું પરિભ્રમણ એવા પ્રકારનું છે. ત્યાં અમુક કાલમાં દિવસે દિવસે હાનિ અને અમુક કાલમાં દિવસે દિવસે વૃદ્ધિ-એમ પડતી ને ચડતી થતી નથી, એટલે કે-કાલના યોગે અમુક કાળમાં કમશઃ ચડતી અને અમુક કાલમાં કમશઃ પડતી–એવું ત્યાં બનતું નથી. | મહાવિદેહ ક્ષેત્રોમાં કાલનું પરિભ્રમણ એવા પ્રકારનું હોય છે, એટલે ત્યાં કેઈજ કાલ એ આવતું નથી, કે
જ્યારે ત્યાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેને સર્વથા વિરહ હોય. પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં થઈને વીસ તીર્થપતિ ભગવન્તો તે ત્યાં વિહરમાન હોય જ છે. એ પણ સમય ત્યાં હોય છે, કે જ્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં થઈને કુલ એક સે ને સાઈઠ તીર્થપતિ ભગવતો વિહરમાન હોય. એક એક મહાવિદેહ ક્ષેત્રના બત્રીશ બત્રીશ વિભાગે છે. તે દરેક વિભાગમાં જ્યારે એક એક તીર્થપતિ વિહરમાન હોય, ત્યારે ત્યાં કુલ એક સે ને સાઈઠ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે.
આમ, એક મહાવિદેહ ક્ષેત્રમાં, એક સમયે વધુમાં વધુ બત્રીસ અને ઓછામાં ઓછા ચાર તીર્થપતિ ભગવત્તે વિહરમાન હોય છે જયારે પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં, જે તીર્થપતિ ભગવાન વિહરમાન હોય તે, એક સમયે, એક એક ક્ષેત્રમાં, માત્ર એક એક જ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે, એટલે દશ ક્ષેત્રોમાં થઈને કુલ દશ તીર્થપતિ ભગવન્ત એક સમયે વિહરમાન હોય છે. - આમ સકલ લોકમાં થઈને, ઉત્કૃષ્ટપણે ૧૭૦ તીર્થકર