________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૦૧ એટલા જ માટે, સર્વજ્ઞ વિશેષણથી શ્રી જિનને સ્તવ્યા બાદ, ટીકાકાર પરમષિએ શ્રી જિનને ઈશ્વર વિશેષણથી સ્તવ્યા છે. શ્વર છે પણ અને નથી પણ
આવા કેઈ ઈશ્વર આ કાલમાં છે કે નહિ?” છે પણ ખરા અને નથી પણ ખરા. મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ કહીએ, તે આ કાલે પણ ઐશ્વર્યયુક્ત સર્વ વિદ્યમાન છે અને આપણું આ ભરત ક્ષેત્રની અપેક્ષાએ કહીએ, તે આ કાલમાં ઐશ્વર્યયુક્ત સર્વ વિદ્યમાન નથી. આ કાલમાં, અહીં તે, ઐશ્વર્યયુક્ત સર્વ પણ નથી અને અતીર્થંકર એવા સર્વ પણ નથી. તીર્થંકર વિદ્યમાન ન હોય-એવા સમયમાં પણ, આપણે ત્યાં સર્વની વિદ્યમાનતા તે હેઈ શકે છે, પરંતુ હાલમાં તે તે ય આપણે ત્યાં નથી.
અસિ, મશી અને કૃષિને જ્યાં વ્યવહાર હોય છે, એવી કર્મભૂમિએ પંદર ગણાય છે. આ કર્મભૂમિએ જ ધર્મભૂમિઓ બની શકે છે. કર્મભૂમિની બહારની ભૂમિ ધર્મભૂમિ બની શકતી નથી. પંદર કર્મભૂમિઓ કયી? પાંચ ભરત ક્ષેત્ર, પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર-એ પંદર કર્મભૂમિઓ છે.
આ પંદર કર્મભૂમિઓ પૈકી, પાંચ ભારતની અને પાંચ ઐરવતની-એમ દશ ક્ષેત્રોની ભૂમિઓ એવી છે, કે જ્યાં દિન-પ્રતિદિન શુભ એવા શબ્દરૂપ-રસ-ગંધ-સ્પર્શની ક્રમશઃ હાનિ થયા કરે, એ કાળ પણ આવે છે અને દિન-પ્રતિદિન શુભ એવા શબ્દ-રૂપ-રસ–ગન્ધ-સ્પર્શની કમશઃ વૃદ્ધિ થયા કરે, એ કાળ પણ આવે છે. જે કાળમાં શબ્દાદિ પાંચની દિન