________________
૨૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભગવન્ત વિહરમાન હોય છે, જયારે ઓછામાં ઓછા ૨૦ તીર્થપતિ ભગવન્ત વિહરમાન હોય છે. હાલ માત્ર ૨૦ તીર્થ પતિ ભગવન્ત પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં વિહરમાન છે.
જ્યાં તીર્થકર ભગવન્ત વિહરમાન હેય, ત્યાં અતીર્થ. કર સર્વજ્ઞો તે હોય જ. પાંચ ભરત ક્ષેત્રે અને પાંચ એરવત ક્ષેત્રોમાં તે હાલ તીર્થકર ભગવન્ત પણ વિહરમાન નથી અને અતીર્થકર એવા સર્વજ્ઞ પણ વિહરમાન નથી. આ ભરત ક્ષેત્રમાં છેલ્લે છેલ્લે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા તીર્થકર ભગવાન થયા અને શ્રી જખ્ખસ્વામીજી અતિમ કેવલી થયા. હવે તે જ્યારે શ્રી તીર્થકર ભગવાન થશે અને એ તારક ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ બનીને ધર્મતીર્થની સ્થાપના કરશે, ત્યારે જ આ ભારત ક્ષેત્રમાં અન્ય આત્માઓ પોતપોતાનાં ઘાતી કર્મોને ક્ષીણ કરવા દ્વારા કેવલજ્ઞાનને ઉપાર્જનારા બનશે.
ભગવાનના દેહપ્રમાણદિને ય કાલની અસર થાય છે?
પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં-એ દશેય ક્ષેત્રો પૈકી પ્રત્યેક ક્ષેત્રમાં દરેક કાલચકાર્ધમાં વીસ ચોવીસ તીર્થકર ભગવતે થાય છે. ઉત્સર્પિણી નામના કાલચકાઈમાં પણ ચાવીસ અને અવસર્પિણી નામના કાલચકાઈમાં પણ
વીસ જ. હાલ અવસર્પિણી નામે કાલચકીધું ચાલે છે અને તેમાં તેને પાંચમે આરે ચાલે છે; એટલે ઘણે અંશે પડતને કાળ આવી ગયો છે અને જેમ જેમ દિવસે જતા જાય છે, તેમ તેમ વધારે પડતી થતી જાય છે. જમીનના, ફળેના અને માણસેના પણ દિવસે-દિવસે રસકસ ઘટતા