________________
૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પ્રતિદિન હાનિ થયા કરે, તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે અને જે કાળમાં શબ્દાદિ પાંચની દિન-પ્રતિદિન વૃદ્ધિ થયા કરે, તે કાળને ઉત્સર્પિણી કાળ કહેવાય છે.
ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, બન્નેનું કાલપ્રમાણ સમાન હોય છે. દશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ કાળ ઉત્સર્પિણીને હોય છે અને એટલે જ એટલે દશ કેડા કેડી સાગરોપમ પ્રમાણુ કાળ અવસર્પિણીને હોય છે. આ બન્નેના કાલ પ્રમાણને એકઠાં કરવાથી, કુલ વિસ કેડીકેડી સાગરોપમ પ્રમાણ કાલનું એક કાલચક બને છે.
ચકના જેમ બાર આરાઓ હોય છે, તેમ કાલચક્રના પણ બાર આરાઓ હોય છે. ચક જ્યારે ઉભું ગતિમાન હોય, ત્યારે એવું કે તેના એક બાજુના આરાઓ એક એકથી ઉંચે જતા હોય છે અને તેની બીજી બાજુના આરાઓ એક એકથી નીચે જતા હોય છે. તેમાં એક આરો છેક નીચે હોય છે, તે એક આરે છેક ઉંચે હોય છે. આવું જ કાલચક્રના ભ્રમણનું બને છે. કાલચક એક સમય પણ થંભ્યા વિના ગતિમાન રહે છે, એટલે કાલચકના છ આરાઓ શુભ એવા શબ્દાદિની વૃદ્ધિ જ થયા કરે એવા હોય છે અને છ આરાઓ શુભ એવા શબ્દાદિની હાનિ જ થયા કરે એવા હોય છે. પાંચ ભરત ક્ષેત્રોમાં અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં, લચક્રનું પરિ. જમણ આવું ચડતી-પડતીવાળું થાય છે.
ચકને જમીન ઉપર ઉભું ઉભું ચલાવીએ, તે જ આરાએમાં ઉંચે જવું ને નીચે આવવું-એમ થયા કરે; પણ ચકને જે જમીન ઉપર આડું નાખીને ભમાવીએ, તો એક પણ આ