________________
૨૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન છતાં પણ તે જ મોક્ષની રૂચિને અને સમ્યગ્દર્શનને પામી શકતા નથી. કેઈક વાર છેક છેલ્લા ભવમાં ય સમ્યક્ત્વાદિને પામે છે. એટલે દરેક કાર્યમાં પાંચેય કારણેને ગ જરૂરી છે. તીર્થસ્થાપના પણ પુણ્યના ગે જ:
ભગવાન શ્રી જિનેશ્વરદેવને આત્માઓનું તથાભવ્યત્વ એવા અજોડ પ્રકારનું હોય છે કે એ તારકે શ્રી તીર્થંકરદેવ થઈને જ મુક્તિને પામે. પિતે પિતાનું સાધીને મુક્તિએ જવું-એવું એ તારકેના સંબંધમાં બને જ નહિ. પોપકારની સ્વાભાવિક ગ્યતાને ધરનારા આત્માઓ, સામગ્રી મળતાં સૌના ઉપકારની ભાવનાવાળા અને એથી એવા પ્રકારની શક્ય પ્રવૃત્તિવાળા પણ બન્યા વિના રહે જ નહિ. એ તારકે બુદ્ધાધિત ન હોય, પણ સ્વયંસંબુદ્ધ હોય અને બીજા તીર્થકરના તીર્થમાં તરનારા ન હોય, પણ જગત્તારક તીર્થને સ્થાપીને, અનેકને તારીને તથા અનેકને માટે તરવાના માને વહેતો રાખીને તરનારા હેય. એ તારકેના ઉપકારથી અનેકે તરે, પણ કોઈને ઉપકારથી એ તરે નહિ, આવી
ગ્યતા એ તારકમાં અનાદિકાલથી હોય છે અને એથી જ એ તારકે પિતાના અન્તિમ ભાવથી ત્રીજા ભવમાં શ્રી તીર્થકર-નામકર્મની નિકાચના કરી શકે છે. એના યોગે જ, એ તારકે તીર્થને સ્થાપક બને છે. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય, સર્વજ્ઞ થનાર સૌ કેઈને માટે લભ્ય હતું જ નથી. ઈશ્વર અવશ્ય સર્વજ્ઞ હોય, પણ બધા સર્વ ઈશ્વર ન હોય. ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ તે, ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ હોય.