________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ
૧૯૩ અડે એવું હતું જ નહિ. રાણીને ઝાડા વછૂટ્યા. ઝાડા વછૂટ્યા તે એવા વછૂટયા કે જેને કાંઈ આંક ન મળે. એક તો રાણીની સુકે મળ કાયા અને તેમાં આટલા બધા ઝાડા, એટલે એ તે લેથ થઈને પડી. આંખે તણાવા લાગી. મરી કે મરે છે, એમ બધાને થઈ ગયું.
દાસીઓ ગભરાણી. તેમણે ઝટ રાજાની પાસે જઈને ખબર આપી કે–દેવી મરવા પડી છે, હમણાં જ ખલાસ થઈ જશે.” એ રાણી રાજાની માનીતી નહતી, પણ રાજાને એમ થયું કે-મરતી વેળાએ એને સંભાળી લેવી. જીવતાં ભલે દૂર રાખી, પણ એને મરતાં તે આશ્વાસન જરૂર આપવું. રાણીનું પણ પુણ્ય જાગવાનું હતું અને ગૌરીશંકરનું પણ માન વધવાનું હતું, એટલે રાજાને એ અણમાનીતી રાણી તરફ પણ લાગણી થઈ આવી.રાજા ગયે અણમાનીતી રાણીના મહેલે. રાણી નેપાળની અસરમાંથી મુક્ત થઈ ગઈ હતી, પણ અશક્તિ ઘણી આવી ગઈ હતી. રાજાને પિતાની પાસે જઈને, એને એટલો બધો આનંદ થયો કે–બધી અશક્તિને એ ભૂલી ગઈ. એનું દુઃખ વિસરાઈ ગયું. એને જે જોઈતું હતું તે મળી ગયું-એના હર્ષમાં તેણીએ અવનવો ઉત્સાહ અનુભવ્યો. રાજા પણ તેણીને અતિ અશક્ત જોઈને, તેણીની પાસે ને પાસે રહેવા લાગ્યા.
રેણીએ તક મળતાં રાજાને પ્રસન્ન કરી દીધો. રાણીએ રાજાને એવો વશ કરી દીધું કે-અત્યાર સુધીની અણમાનીતી રાણી એ મહામાનીતી થઈ ગઈ. હવે તે રાજાને આ રાણી તરફ પ્રેમ જાગ્યો હતો, એટલે ગૌરીશંકરના ઉપાયથી આ પરિણામ આવ્યું છે એવું જાણીને, એમ થયું કે અમારા બે વચ્ચે
૧૩