________________
=
=
૧૮૩
પહેલે ભાગ-થી જિતુતિ ભગવાનની વાણીના પ્રભાવને દર્શાવનારૂં એક ઉદાહરણઃ
આ સંબંધમાં એક કથા જાણવા જેવી છે. એક શેઠને ત્યાં ઘરડી ઉંમરની એક બાઈદાસી તરીકે કામ કરતી હતી. એનું કામ એ હતું કે-એણે જંગલમાં જઈને લાકડાને ભારે લઈ આવે અને એ બાઈ લાકડાનો ભારે લઈ આવે, તે જ શેઠાણ એને ખાવાનું આપે.
પાપને ઉદય હેય, તે આવી દશા પણ થાય. વૃદ્ધાવસ્થા છે, મજુરી મહા મુશ્કેલીઓ થઈ શકે એવું શરીર થઈ ગયું છે, પણ પાપને ઉદય એ છે કે-જ્યાં સુધી જંગલમાં જઈને લાકડાંને ભારો લઈ આવે નહિ, ત્યાં સુધી પેટ ભર વાને લુખ-સુક્કો રેટ પણ મળે નહિ. એવી દશામાં મન જે અનુભવે તે કેવીક વેદના અનુભવે? ખરેખર, કલ્પના કરી લેવા જેવી આ વસ્તુ છે. એ પાપને ઉદય કેઈને ય પ્રાપ્ત ન થાઓ, પરતુ ધારે કે-એવા જ પ્રકારના પાપનો ઉદય ભોગવવાને વખત આવી લાગે, તે શું થાય? બહારની વેદને સાથે મનની વેદના ભળે છે, ત્યારે એ વેદના બહુ જ કારમી બની જાય છે અને સહનશક્તિ હોય નહિ તેમ જ વિવેકશક્તિ ન હોય, તે બહારની વેદના સાથે મનની વેનાને ભળતાં વાર લાગતી નથી. પુણ્યના ઉદયવાળા કાળમાં લાલ સાહેબ થઈને ફરનારા, પાપ કરતાં પાછું વાળીને નહિ જેનાર, પિતાને મળેલી તથા મળતી દ્ધિને પુણ્યનું ફળ નહિ માનતાં, એને પિતાની જ હુંશીયારી-આવડત વગેરેનું ફળ માનીને, અભિમાનમાં રાચનારા તથા પુણ્યની અવગણના કરનારા અને દીન-દુઃખી જને, જી તરફ અનુકમ્પશીલ