________________
મe
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો માંડી. લેકે પણ સારા નશિબવાળા છે અને ગૌરીશંકરનું ભાગ્ય પણ જાગ્યું છે, એટલે ગૌરીશંકર પાસેથી જે કઈ એ ગેળીને લઈ જાય છે અને ખાય છે, તેનું દર્દ મટી જાય છે. આની પાસે તો એક જ પ્રકારની ગોળીઓ છે અને લોક આવીને ગમે તે દઈ કહે, પણ આ તો એ જ ગોળી સૌને આપે છે.
ભાગ્ય જાગૃત હોય, પુણ્ય પાંસરું હોય, ત્યારે ઉંધા નાખેલા પાસા પણ સીધા પડે. ધીરે ધીરે ગૌરીશંકરને ત્યાં દર્દિઓની ભીડ જામવા લાગી, કેમ કે-રગીના રેગ એની કોળીથી નાબૂદ થવા લાગ્યા. એ કાંઈ કિંમત લેતો નહિ, પણ જેનું દર્દ મટતું તે એને કાંઈને કાંઈ આપી ગયા વિના રહેતું નહિ. આમ તેની પ્રતિષ્ઠા પણ વધવા લાગી અને તેના ઘરમાં ધન-ધાન્યાદિ પણ વધવા લાગ્યું. ધીરે ધીરે લેક એમ પણ માનવા લાગ્યું કે-આ બધે ચમત્કાર ગૌરીશંકરની ગોળીને નથી, પણ ગૌરીશંકરને છે, કેમ કે-ગાળી બધાને સરખી આપે છે, છતાં જેને જે રોગ હોય તે નાબૂદ થાય છે! ગોળીને ચમત્કાર અમુક દર્દીમાં હોય, બધાં દર્દોમાં ન હોય અને આ તે એક જ જાતિની ગોળીથી સૌને સાજા કરે છે, માટે આ ચમત્કાર ગોળીને નથી પણ ગૌરીશંકરને છે.”
ગીરીશંકર ચમત્કારી માણસ તરીકેની ખ્યાતિને પામે, એટલે એને આંગણે માત્ર રેગી માણસે જ આવે એવું રહ્યું નહિ. કઈને કઈ બી મુશ્કેલી આવે, એટલે એ ઝટ ગીરી શંકરને શોધતે આવે. ગૌરીશંકર એને ય નેપાળાની જ રોળી આપે, પણ ગૌરીશંકર નશિબદાર એ કે-એ ગોળી ખાનારની મુશ્કેલી ટળી જાય અને જશ ગૌરીશંકરને મળે.