________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એકઠાં કરીને, તેને ભારે બાંધીને ડોસીએ માથે મૂક્યો. - દિવસને ચે પહેર શરૂ થવા આવ્યું હતું. તે વખતે જંગલમાંથી ડેસીએ નગર તરફ ચાલવા માંડ્યું. ડેસી થોડુંક ચાલી, ત્યાં તેના ભાગમાંથી એક લાકડું નીચે પડી થયું. માથા ઉપરના ભારાને પકડી રાખીને, ડોસી પેલા પડી ગયેલા લાકડાને લેવાને માટે નીચી વળી.
બરાબર તે જ વખતે, ભગવાનની દેશનાને વનિ તેના કાનમાં પડશે. ભગવાનની દેશનાને એ અવનિ એટલો બધે મધુર, કર્ણપ્રિય હતો કે-ડેસી નીચે પડેલા લાકડાને લેવાનું ભૂલી ગઈ, પિતાની ભૂખ-તરસની પીડાને વિસરી ગઈ, થાકનું તેણીને ભાન રહ્યું નહિ અને સમયને પણ તેણીને ખ્યાલ રહ્યો નહિ. માથે ભારે અને વાંકી વળેલી-એવી અવસ્થામાં ને એવી અવસ્થામાં જ એ ડેસીએ ભગવાનની દેશનાનું શ્રવણ કર્યા કર્યું. સમવસરણની બહાર પણ ભગવાનની વાણીને આ પ્રભાવ! કેટલી બધી મધુરતા હશે, ત્યારે આવું બન્યું હશે ? પુણ્યસામગ્રી કર્મનિર્જરામાં સહાયક બની શકે?
કહેવાનું તાત્પર્ય એ છે કે-વાણીના આ પાંત્રીસ ગુણે અને જન્મથી ચાર તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી ચોત્રીસ અતિશય, એ સર્વ અસાધારણ કોટિનું ચિશ્વર્ય છે. આવું અદ્દભુત ઐશ્વર્યા માત્ર શ્રી અરિહંત પરમાત્માઓને જ પ્રાપ્ત થાય છે. તીર્થની સ્થાપનામાં અને ધર્મદેશનામાં પણ શ્રી તીર્થકર-નામકર્મને પ્રભાવ છે. અધ્યાત્મના નામે ધર્મકિયાએને નિષેધ કરનારા અને ધર્મક્રિયાઓના નિષેધને માટે