________________
૧૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
બનવાને બદલે, તેમના તરફ તુચ્છકાર તથા તિરસ્કાર બતાવવામાં જ મોટાઈ માનનારા આત્માઓ, પિતાના ભાવીને ભયં. કર બનાવી રહ્યા છે. એવા આત્માઓને જ્યારે પાપને ઉદય ભેગવવાનો વખત આવશે, ત્યારે તેમની કયી ગતિ થશે? યાદ રાખે, તમને જે કાંઈ સારું મળ્યું છે, તે પુણ્યના ઉદયથી મળ્યું છે. લાભાન્તરાય હોય તે લાભ થાય નહિ. દે એ જ મેળવે. જો દિલ ઉદાર રાખશે, ઉદારતાથી આત્માને કેળવશે, તે સુખ પણ તમારા તરફ ઉદારતાથી ખેંચાશે. આપવામાં જેટલે સંકેચ રાખશે, તેટલે મળનારા સુખમાં પણ સંકેચ થવાને. દાન કરવું, દાન કરાવવું અને દાતારની અનુમોદના કરવી તેમજ કેઈના ય લાભમાં કદી પણ આડે આવવું નહિ. ધનની મમતા એવી છે કે-હજી અાઈ કરી લે, પણ આઠ રૂપીઆ ધર્માર્થ કાઢવાના હેય, મતલબ કે શક્તિ મુજબને ધનવ્યય સન્માર્ગે કરવાને હેય, તે પ્રાય: તરત મહું ફરી જાય છે. સાર એ છે કે-ધન જેટલું વહાલું છે, તેટલે ધર્મ વહાલે નથી; પણ પરિણામને વિચાર કરવાની જરૂર છે. જે ડેસીની આપણે વાત કરીએ છીએ, તે ડેસી દુખી શાથી? એની કેટલી દયાપાત્ર દશા? અને તેનું કારણ શું? પૂર્વે દીધેલું નહિ અને કોઈને અન્તરાય કરેલો માટે ને?
હવે એક દિવસ એવું બન્યું કે-એ ડેસી જંગલમાં લાકડાં લેવા તે ગઈ પણ પૂરાં લાકડાં મળ્યાં નહિ અને વખત ઘણે વહી ગયે, એટલે ભૂખ-તરસ લાગી. આથી તે ડોસી જેટલાં લાકડાં મળ્યાં તેટલાને લઈને, નગરમાં શેઠને ઘેર આવી. રાજ કરતાં લાકડાં ઓછાં હતાં, એટલે શેઠાણી