________________
૧૭
પહલે ભાગ-બી જિનસ્તુતિ અનાદિકાલીન છે, તેમ તથાભવ્યતા પણ અનાદિકાલીન છે. આથી જ, જ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓ, સર્વ કાલને માટે, અન્ય સર્વ આત્મઓથી ઉત્તમ જ ગણાય છે. જેમ કાચના મલને કાઢી નાખીને તેને સ્વરછ કર્યો હોય અને પેલ વિગેરે પાડીને તેને સુન્દર આકારવાળે તેમજ સુશોભિત બનાવ્યું હોય, તે પણ તેની તે કિંમત ઉપજી શકતી નથી, કે જે કિંમત ખાણમાં પડેલા અને મલથી આવરાએલા પણ સાચા મણિની ઉપજી શકે છે. જેમ ખાણમાં પડેલે અને મલયુક્ત હોવાથી મલિન એ પણ મણિ કિંમતી ગણાય છે અને સ્વચ્છ, સુશોભિત તથા સુન્દર આકારવાળે બનેલ એ પણ કાચ, પેલા મલિન મણિની અપેક્ષાએ કિંમતી ગણાતું નથી, તેમ નિગોદમાં રહેલા, પણ ભગવાન શ્રી તીર્થંકરદેવના આત્માઓ કિંમતી ગણાય છે, પરંતુ એ તારકેના આત્માઓના કરતાં અન્ય આત્માઓ 'કિંમતી ગણાતા નથી. ત્યાં કેવળ વર્તમાન સ્થિતિને જ જોવાતી નથી, પણ સ્વાભાવિક યોગ્યતાને ય જોવાય છે. એવી રીતિએ વિચારાય છે કે-જેવી અને જેટલી સામગ્રી અન્ય આત્માઓને મળી, તેવી અને તેટલી સામગ્રી જે શ્રી તીર્થકરના આત્માએને મળી હોય, તે અન્ય આત્માઓને પ્રભા કરતાં એ આત્માએની પ્રભા કેઈ ગુણી વધારે પ્રગટયા વિના રહે જ નહિ. જેમ કાચને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળે બનાવવાને માટે જેટલો શ્રમ લે પડે છે, તેટલો જ શ્રમ જે જાતિવંત મણિને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળો બનાવવાને માટે લેવાય, તો એ કચ કરતાં એ મણિની