________________
૧૭૧
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ સ્ત કરીને અનુપમ શાસનપ્રભાવના કરી હતી. તેમણે શ્રી તીર્થકર-નામકર્મનાં દળીયાને ઉપાર્જિત કર્યા હતાં, પરન્તુ એક વાર દુશમનેએ જાળ રચી, તેમાં એ ફસાઈ ગયા અને તેમણે ઉત્સવકથન કર્યું એથી તેમના આત્માએ ઉપાર્જેલાં શ્રી તીર્થકર નામકર્મનાં દળીયાં વિખરાઈ જવા પામ્યાં.
અહીં તે ચાલુ પ્રસંગ એ છે કે-શ્રી તીર્થંકર-નામકર્મના ઉદય વેગે પ્રાપ્ત થતું બાહ્ય એશ્વર્ય પણ પરમ તારક બને છે, તેનું કારણ એ છે કે તેનું ઉપાર્જન પણ સુન્દર. પ્રકારે જ થઈ શકે છે અને તેની નિકાચના પણ સુન્દર પ્રકારે જ થઈ શકે છે. વીસ સ્થાનકે અગર એ વીસ પિકીનાં એકાદિ સ્થાનકનું દ્રવ્યારાધન તે, અવિવેકી અને હિંસકભાવથી વિરામ નહિ પામેલો આત્મા ય કરી શકે છે, પણ તેવા દ્રવ્યારાધનથી કાંઈ શ્રી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન થતું નથી. શ્રી તીર્થકર-નામકર્મના ઉપાર્જન માટે તે, ભાવારાધન જ જોઈએ અને શ્રી તીર્થંકર-નામર્મના ઉપાર્જન માટે સમર્થ અને એવું ભાવારાધન તે, વિવેકસમ્પન્ન અને સ્વ-પરની દયાથી વાસિત અન્તઃકરણવાળા આત્માએ જ કરી શકે છે. શ્રી તીર્થક-નામકર્મનું ઉપાર્જન થયા પછીથી, તેની નિકાચના શાથી થાય છે, તે તે તમે જાણો છો ને? “જે મારામાં શક્તિ હોય, તે સારા ય સંસારના અને હું ભગવાન શ્રી જિને શ્વરના શાસનના રસિક બનાવી દઉં!”—એવી દયાભાવનાની ઉત્કટતાથી જ શ્રી તીર્થકર—નામકર્મની નિકાચના થાય છે. શાસન પ્રત્યે એ અપૂર્વ શ્રદ્ધાભાવ કે-“આ દુખી અને સુખને માટે ઝુરતા જગતને, દુઃખમુક્ત અને સુખમય બના