________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૧૬૯ વિશ્વાસે વચનવિશ્વાસ' કહેવાય છે, તેમ “માણસ સારે તે તેનું બધું જ સારું –એમ પણ કહેવાય છે. ઉદારની લક્ષમીને વખાણાય સુશીલના રૂપને વખાણાય; દયાળુના બલને વખાણાય, ન્યાયપરાયણ રાજવીના રાજ્યસંચાલનને પણ વખાણાય, એમ ભગવાનના બાહ્ય એશ્વર્યની મહત્તાને પણ જરૂર વર્ણવી. શકાય. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ તારક છે, જગદુપકારક છે. એ ઐશ્વર્યમાં એશ્વર્યના ત્યાગની વૃત્તિને જન્માવવાની તથા એ વૃત્તિને પિષવાની તાકાત છે. એ ઐશ્વર્ય મુંઝવતું નથી, પણ મુંઝાએલાઓની મૂચ્છાને ઉતારી નાખે છે. એ ઐશ્વર્ય ભલભલાના અભિમાનને ઉતારી નાખે છે. આથી, ભગવાન શ્રી અરિહંતદેવનું બાહ્ય ઐશ્વર્ય પણ સ્તવવાને યોગ્ય જ હેય છે. બી તીર્થકર નામકર્મ :
ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જે બાહ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે એ તારકેએ નિકાચેલા શ્રી તીર્થ કરનામકર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. ભૂમિ પણ સુન્દર હોય, બીજ પણ સુન્દર હોય અને સીંચન પણ સુન્દર હોય, તે બીજમાંથી જેમ સુન્દર વૃક્ષ જ પેદા થાય છે અને એ વૃક્ષનાં ફલે જેમ મધુર જ હોય છે, તેમ શ્રી તીર્થકર નામકર્મ બંધાય છે પણ એવી રીતિઓ અને નિકાચાય છે પણ એવી રીતિએ કે એ કર્મના ફલસ્વરૂપ જે કાંઈ પ્રાપ્ત થાય, તે તે આત્માને તે લાભ કરે, પરતુ જગતના સઘળા ય જીવને લાભ જ કરે. શ્રી અરિહંતાદિ વીસ સ્થાનકેની ઉત્કટ કેટિની આરાધના, એ જ શ્રી તીર્થંકર નામકર્મનું બીજ છે. જેનું