________________
--
૧૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવા વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ એવું સૂચિત કરે છે કેમાત્ર સર્વજ્ઞ એવા જિનેની પણ આ સ્તુતિ નથી, પરંતુ બાહ્ય ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞ એવા શ્રી જિનેની, એટલે કે-ભગવાન શ્રી અરિહન્તની આ સ્તુતિ છે. ભગવાન શ્રી અરિહન્તદે. વેના સર્વજ્ઞપણાને સ્તવ્યા બાદ, આ “ઈશ્વર” વિશેષણ દ્વારા ટીકાકાર મહર્ષિએ, ભગવાન શ્રી અરિહંતદેવના બાહ્ય એશ્વ “ની પણ સ્તવના કરી છે.
ભગવાનનું બાહ્ય અધિઈ પણ તારક
પ્રશ્નસંસારના ત્યાગને અને મોક્ષની સાધનાને જ ઉપદેશદેનારશાસનમાં બાહ્ય એશ્વર્યની આટલી બધી મહત્તા? - હા, આત્મિક ઐશ્વર્યને પ્રગટાવનારા પુણ્યાત્માઓની, બાહી ઐશ્વર્યશાલિતા પણ, ઉપકારક જ બને છે. પ્રગટેલા આત્મિક એશ્વર્યના પ્રતાપે, જગતના જીવોને જે પરમ ઉપકાર સધાય છે, તેમાં એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ ઘણે અંશે સાધક બને છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રી ઈન્દ્રભૂતિ આદિ ગણધર ભગવાનેને, ભગવન્તની પાસે આવવાને વિચાર થયે, તેમાં નિમિત્ત કર્યું? બાહ્ય ઐશ્વર્ય. સાધુને સમવસરણના દર્શનની ખાસ આજ્ઞા કરી છે. જે સાધુએ સમવસરણનું દર્શન કર્યું ન હોય, તે સાધુને આજ્ઞા કરી કે-જે બાર કેશમાં ભગવાનનું સમવસરણ રચાયું હોય, તે ત્યાં અવશ્ય જવું! કેમ? એ પણ સમ્યગ્દર્શનની નિર્મલતાનું કારણ છે માટે! ભગવાનનું બાહ્ય ઐશ્વર્ય પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અને તેની નિર્મલતાનું પ્રબલ કારણ છે. જેમાં પુરૂષ