________________
C
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૬૭ આત્માઓ પિતાનાં આઠેય કર્મોને ક્ષીણ કરી નાખીને મુક્તાવથાને પ્રાપ્ત કરે છે, તે સર્વ આત્માઓ શ્રી સિદ્ધાત્માઓ ગણાય છે અને સઘળા ચ સિદ્ધાત્માઓને સમાવેશ દેવતત્તવમાં થાય છે, પરંતુ જે કઈ આત્માઓ પોતાનાં ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને વીતરાગપણાને અને સર્વગ્રપણાને પામે, તેઓ સર્વેને સમાવેશ દેવતત્વમાં થતું નથી. તેઓ સિદ્ધિગતિને પામતાં તેઓને સમાવેશ દેવતવમાં થાય, પણ કેવલજ્ઞાનને ઉપાર્જવા માત્રથી દરેક કેવલજ્ઞાની આત્માને સમાવેશ દેવતત્વમાં થાય જ એ નિયમ નથી. જ્યારે શ્રી અરિહન્ત પરમાત્મા તે જ્યારથી કેવલજ્ઞાનને પામે છે, ત્યારથી તે નિયમા તે તારકોને સમાવેશ દેવતત્ત્વમાં થાય છે. શ્રી અરિહંત પરમાત્મા સિવાયના કેવલજ્ઞાની આત્માઓને સમાવેશ દેવતત્વમાં થતો જ નથી.
પ્રશ્ન તે કેવલજ્ઞાની ભગવન્તોને સમાવેશ ક્યા તમાં થાય છે?
શ્રી અરિહન્ત નહિ એવા કેવલજ્ઞાની ભગવન્તને સમાવેશ, તે પુણ્યપુરૂ શ્રી સિદ્ધિગતિને પામે નહિ ત્યાં સુધી માટે, ગુરૂતત્ત્વમાં થાય છે અને શ્રી સિદ્ધિગતિને પામ્યા પછીથી, તે શ્રી સિદ્ધો તરીકે તેઓનો સમાવેશ દેવતત્ત્વમાં થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉદેશીને ટીકાકાર મહર્ષિ આ શ્રી જિનસ્તુતિ કરી રહ્યા છે, માટે પહેલાં સર્વજ્ઞ એવા વિશેષણ દ્વારા, અસર્વજ્ઞ એવા જિનેની આ સ્તુતિ નથી-તેમ સૂચિત ક્યું તેમ જ જિન શબ્દથી બેધિત થતા કામદેવાદિની પણ આ સ્તુતિ નથી-એમ સૂચિત કર્યું. હવે આ “ઈશ્વર'