________________
પહેલે ભાગશ્રી જિનસ્તુતિ
૧૬૫ અરિહંત પરમાત્માઓને જ છે. જગતના જીવ માત્રને દુઃખ અણગમતું છે અને સુખ ગનતું છે. જગતના સઘળા ય જીવે જે કાંઈ પ્રયત્ન કરે છે, તે દુઃખથી છૂટવાને માટે અને સુખને મેળવવાને માટે કરે છે. દુખથી છૂટવાની અને સુખને મેળવવાની ઈચ્છા હોય, પણ જે આળસ હોય તે તે ઈરછા ફળે નહિ, પરંતુ આ તે સતત ઈચ્છા ય છે અને સતત મહેનત પણ છે, છતાં પણ સર્વથા દુઃખાભાવને અને પરિપૂર્ણ સુખમયતાને, જગતના છ એક માત્ર અજ્ઞાનને કારણે જ પ્રાપ્ત કરી શકતા નથી. ભગવાન શ્રી અરિહંતદેવોએ જનતના જીવને દુઃખથી મૂકાવાના અને સુખને પામવાના સાચા માર્ગનું દાન કર્યું. જે માર્ગનું જ્ઞાન નહિ હોવાના કારણે જ જગતને જ ઉન્માર્ગે મહેનત કરે છે, તે માર્ગ શ્રી અરિહંત પરમાત્માઓએ દર્શાવ્યું. જે જે જીવોએ એ માર્ગને સે, તેઓ દુઃખથી સંપૂર્ણ પણે મૂકાયા અને સંપૂર્ણ સુખમય અવસ્થાને પામ્યા. આમ શ્રી અરિહંત પરમાત્માઓ માર્ગદર્શક તરીકે અજોડ અને શ્રેષ્ઠ ઉપકારી હોવાથી, પાંચ પરમેષ્ઠિઓમાં પ્રથમ પરમેષ્ટી તરીકે પૂજ્ય છે, સ્તવનીય છે, નમસ્કરણીય છે. ભગવાન શ્રી અરિહંતદેવેએ જગતના ઉપર કરેલા આ ઉપકારના રહસ્યને જાણનારાઓ, જ્યારે જ્યારે મંગલને આચરવાને ઈચ્છે, ત્યારે ત્યારે તેઓ સૌથી પહેલાં એ તારકને જ યાદ કરે. એ તારકેના ઉપકારને જાણનારાઓના હૈયામાં, એ તારકે સદાને માટે સ્તવના જ પામતા હોય, પણ અવસરે અવસરે એ સ્તવના પ્રગટ રૂપને પણ પામે. તદનુસાર, આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાના પવિત્ર અને